ખબર

ગુજરાતમાં અંબાલાલની ફરી મોટી આગાહી, વરસાદ બંધ થઇ જશે? જાણો આગાહી

રાજયમાં એકબાજુ તો વરસાદી માહોલ છે અને ઘણા એવા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે ત્યારે ઘણા ડેમમાં નવા નીર આવ્યા છે. જુલાઇ મહિના બાદ વરસાદ પાછો ખેંચાયો હતો અને તેને કારણે કાગડોળે વરસાદની રાહ જોવાઇ રહી હતી. જગતનો તાત સિંચાઇના પાણી માટે વલખા મારી રહ્યો હતો ત્યારે હવે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ હાલમાં જ વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર વરસદાને લઇને મોટી આગાહી કરવામાં આવી છે.

તેમણે આગાહી કરી છે કે ભાદરવા મહિનામાં વરસાદ ભરપૂર રહેશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 11 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ વરસશે. આ ઉપરાંત 16-17 સપ્ટેમ્બર બાદ ગરમી પડશે. અંબાલાલ પટેલે એવી આગાહી પણ કરી છે રાજયના કેટલાક ભાગોમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે અને કહેવામાં આવ્યુ છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ થશે. આ ઉપરાંત 7 સપ્ટેમ્બરના રોજ ફરી સારો વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જણાવી દઇએ કે, ગુજરાતમાં સપ્ટેમ્બર માસની શરૂઆતમાં જ વરસાદ વરસ્યો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હવે અંબાલાલ પટેલ દ્વારા આગામી ચોમાસાની સિઝન વધુ સારી જશે તેમ જણાવવામાંં આવ્યુ છે. તેમના અનુસાર આ માસમાં ચોમાસુ વધુ શક્રિય રહેશે અને ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની પણ શક્યતા છે. આ ઉપરાંત 11-23 સપ્ટેમ્બર સુધી રાજયના કેટલાક ભાગોમાં ભારે અને હળવા વરસાદની શકયતા છે.