રામલલાની અત્યંત મોહક મૂર્તિ વિષે તમામ હિન્દુઓએ આ જાણવા જેવી 6 રોચક વાતો

અયોધ્યા રામ મંદિર ખાતે PM મોદીનાં હાથે કરવામાં આવી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિ જોઇ ભરાઇ આવી બધાની આંખો..જાણો મૂર્તિ સાથે જોડાયેલ કેટલીક રોચક વાતો…

22 જાન્યુઆરી 2024 સોમવારે 84 સેકન્ડના અભિજીત સંજીવની મુર્હૂતમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. 500 વર્ષોના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર છે અને હવે રામની વાપસી થઇ ગઇ છે. રામજીના બાળ સ્વરૂપની તસવીર તેજીથી વાયરલ થઇ રહી છે. બાળ સ્વરૂપમાં પ્રભુ શ્રી રામની મૂર્તિ વિરાજમાન થઇ ચૂકી છે. પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા બાદ પ્રભુની આંખો પર બાંધેલ પીળુ વસ્ત્ર પણ હટી ગયુ. પ્રભુનું બાળ સ્વરૂપ અતિ મનમોહક અને નિરાલુ છે.

ચહેરા પર તેજ, હાથમાં ધનુષ્ બાળ લઇ બાળ રૂપમાં રામલલા બધાનું મન મોહી રહ્યા છે. ત્યારે તમને જણાવીએ કે, રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાની જે પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ છે તે 51 ઈંચ ઊંચી છે. રામલલાની મૂર્તિ જે ગર્ભગૃહમાં રાખવામાં આવી છે તેમાં ભગવાન રામનું 5 વર્ષનું બાળ સ્વરૂપ દેખાય છે. રામલલાને ઊભેલા બતાવવામાં આવ્યા છે અને આ ઉપરાંત ગર્ભગૃહમાં કમળના ફૂલ પર તેઓ બિરાજમાન થયા જેની ઊંચાઈ 8 ફૂટ છે.

મૂર્તિકાર અરુણ યોગીરાજ અનુસાર, કૃષ્ણ શિલા પર રામલલાની મૂર્તિ તૈયાર કરાઇ છે અને આ કૃષ્ણ પથ્થર કર્ણાટકના ઉડુપીથી લાવવામાં આવ્યો હતો. રામલલાના વસ્ત્રની વાત કરીએ તો, રામલલા પીળા વસ્ત્રો પહેરશે. તેના ડ્રેસનો રંગ દિવસના આધારે બદલાશે. રામલલા રવિવારે ગુલાબી, સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલો, ગુરુવારે પીળો, શુક્રવારે ક્રીમ અને શનિવારે વાદળી પહેરશે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં શંકરલાલનો પરિવાર વર્ષ 1985થી રામલલાના કપડાં સિલાઈ કરે છે અને આ પહેલા તેમના પિતા આ કામ કરતા હતા.

હવે શંકરલાલ અને તેમનો ભાઈ રામલલા માટે કપડાં બનાવે છે. રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યે સૂર્યપ્રકાશ રામલલાના કપાળ પર પડશે અને આને સૂર્ય તિલક કહેવામાં આવશે. દર વર્ષે રામ નવમીના દિવસે ભક્તોને આ અદ્ભુત દ્રશ્ય જોવા મળશે. આ માટે નિષ્ણાતો દ્વારા ઘણું સંશોધન કરવામાં આવ્યુ હતુ અને તે બાદ ડિઝાઇન તૈયાર કરાઇ હતી.

એવી વ્યવસ્થા કરવામાં આવી કે દર વર્ષે રામ નવમીના દિવસે સૂર્યપ્રકાશ રામલલાના કપાળ પર પડે. રામલલાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે રામલલાની જૂની મૂર્તિનું શું થશે? તો જણાવી દઇએ કે, નાના મંદિરમાં સ્થાપિત રામલલાની જૂની મૂર્તિને નવી મૂર્તિની સાથે ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દેશભરના સિદ્ધ મંદિરોમાં જૂની મૂર્તિને લઈ જવામાં આવશે અને પછી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

નવી મૂર્તિ અચલ તરીકે ઓળખાશે અને જૂની મૂર્તિ ઉત્સવમૂર્તિ તરીકે ઓળખાશે. રામલલાની નવી મૂર્તિ મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજ શિલ્પ દ્વારા બનાવવામાં આવી છે. રામલલાની એક-એક મૂર્તિ બેંગલુરુના શિલ્પકાર ગણેશ ભટ્ટ અને રાજસ્થાનના સત્યનારાયણ પાંડેએ તૈયાર કરી છે. ત્રણેય શિલ્પકારોએ ત્રણ મૂર્તિઓ બનાવી હતી. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે 51 ઇંચની મૂર્તિ સિવાય બાકીની બે મૂર્તિઓ પણ મંદિરના અન્ય ભાગોમાં સ્થાપિત કરવામાં આવશે.

Shah Jina