સ્કૂલ બસ અને SUVનો ધ્રુજાવી દે તેવો અકસ્માત! કારના ઉડી ગયા પરખચ્ચા, એકનો એક દીકરો માતાપિતાએ ગુમાવી દીધો

ફોજી અને તેની પત્નીના 4 મહીના પહેલા થયા હતા લગ્ન, SUV મોટી કારનો બુકડો બોલ્યો, મૃતદેહો બોનેટ કાપીને બહાર કઢાયા

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતમાં આખો પરિવાર તો ઘણીવાર પરિવારનો એકનો એક દીકરો તો ઘણીવાર પતિ-પત્ની જીવ ગુમાવતા હોય છે. કેટલીક વાર તો એવા અકસ્માતના પણ કિસ્સાઓ સામે આવે છે, જેમાં લગ્નના કેટલાક મહિના બાદ અથવા તો કેટલાક અઠવાડિયા બાદ જ કપલ અકસ્માતનો ભોગ બનતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સેનાના જવાન અને તેની પત્નીની રોડ અકસ્માતમાં દર્દનાક મોત થઇ ગઇ.

સ્કૂલ બસ અને કાર વચ્ચે એટલી જોરદાર ટક્કર થઇ કે બંને કારમાં એક કલાક સુધી ફસાયેલા રહ્યા. કોઇ રીતે તેમને બોનેટ તોડી કારમાંથી બહાર નીકાળવામાં આવ્યા. જ્યારે તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા તો ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. હાલ એવી માહિતી સામે આવી રહી છે કે, ફેબ્રુઆરીમાં જ તેમના લગ્ન થયા હતા. CSD કૈંટીનમાં તેઓ ખરીદી કરવા જઇ રહ્યા હતા ત્યારે જ રસ્તામાં આ દુર્ઘટના સર્જાઇ હતી. આ મામલો રાજસ્થાનના અલવરનો છે. નીમરાના થાના ક્ષેત્રના બહરોડ-કુંડ માર્ગ પાસે બીઘાના ગામની આ ઘટના છે.

બુધવારે બપોરે 2 વાગ્યે સેંટ્રલ એકેડેમી સીનિયર સેકેંડરીની સ્કૂલ બસ અને SUVની આમને સામને ટક્કર થઇ ગઇ હતી. તેમાં કારના પરખચ્ચા ઉડી ગયા હતા. કાર સવાર દંપતિ માંઢન થાના ક્ષેત્રના નાનકવાસના રહેવાસી હતા. 22 વર્ષિય અજય યાદવ અને તેની 21 વર્ષિય પત્ની સોનમ ઉર્ફે શાલૂ અલવરના બહરોડ CSD કૈંટીનમાં શોપિંગ કરવા જઇ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલી સ્કૂલ બસે તેમની કારને ટક્કર મારી દીધી. બસ દીવાલ તોડી પાસે બનેલા એક મકાનમાં ઘૂસી ગઇ.

અકસ્માત બાદ પતિ-પત્ની કારમાં જ ફસાઇ ગયા હતા, જેને સ્થાનિક લોકોએ સળિયાથી બોનેટને હટાવી બહાર કાઢ્યા અને બહરોડ સીએચસીમાં લઇ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ અજયને મૃત ઘોષિત કર્યો અને સોનમની હાલત ગંભીર હોવાને કારણે તેને બહરોડના જ પ્રાઇવેટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી, જ્યાં સારવરા દરમિયાન તેની પણ મોત થઇ ગઇ. સ્કૂલ બસનો ડ્રાઈવર મુરારી યાદવ 20 બાળકોથી ભરેલી બસ છોડીને ફરાર થઇ ગયો હતો. તે માજરી ગામનો રહેવાસી છે.

બસ ડ્રાઈવર અને બાળકોને કોઈ ઈજા થઈ ન હતી. સ્કૂલેથી છૂટ્યા બાદ તે બાળકોને બહરોરથી ગાંડાલા ગામે મુકવા જતો હતો. જણાવી દઇએ કે, અજય 2019માં સેનામાં જોડાયો હતો. હાલમાં તેની જમ્મુ-કાશ્મીરમાં 21 કુમાઉ યુનિટમાં કોન્સ્ટેબલની પોસ્ટ હતી. 25 ફેબ્રુઆરી 2022ના રોજ તેના લગ્ન મજરા નિવાસી સોનમ સાથે થયા હતા. તે પરિવારનો એકમાત્ર પુત્ર હતો. લગ્ન પછી તે બીજી વાર રજા પર આવ્યો.

Shah Jina