અંબાણી પરિવારે ફરીથી દિલ જીત્યા, તેના મૂળગામ ચોરવાડમાં ભવ્ય ડાયરાનું આયોજન કરી અલ્પા પટેલ, કિર્તીદાન ગઢવીને બોલાવ્યા

અંબાણીના પ્રસંગમાં અલ્પાબેન પટેલે લગાવ્યા ચાર ચાંદ, અનંત-રાધિકા અને કોકિલાબાની હાજરીમાં કિર્તીદાન ગઢવી સાથે મચાવી સુરની રમઝટ, જુઓ વીડિયો

Alpaben Patel Annat Radhika Pre Wedding : મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની પ્રિ વેડિંગ સેરેમની જામનગરમાં 1થી 3 માર્ચ દરમિયાન યોજાઈ. જેમાં દેશ અને દુનિયાના મોટા મોટા સેલેબ્સ જોવા મળ્યા. આખું બૉલીવુડ પણ જામનગરમાં ભેગું થયું હતું, તો સાથે જ રાજકારણથી લઈને બિઝનેસ જગતની હસ્તીઓ અને ક્રિકેટરો પણ આવી પહોંચ્યા હતા. આ સેરેમનીના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળ્યા. ઇન્ટરનેશનલ કલાકારોએ પણ ધૂમ મચાવી.

ત્યારે હજુ પણ જામનગર અને આસપાસના વિસ્તારોમાં આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનના અવસર ચાલુ જ છે. આસપાસના ગામમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ડાયરાની રમઝટ જમાવી રહ્યા છે અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ આ કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળે છે. ત્યારે એવો જ એક કાર્યક્રમ ગતરોજ યોજાયો હતો. જેમાં ગુજરાતી લોક ગાયિકા અલ્પાબેન પટેલે સુર રેલાવ્યા.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન 12 માર્ચના રોજ ચોરવાડમાં થયું હતું. આ પ્રસંગે લગ્ન બંધનમાં જોડાનાર અંનત અને રાધિકા ઉપરાંત કોકિલાબેન અંબાણી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત અલ્પાબેન પટેલનું અંબાણી પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો અલ્પાબેને તેમના સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો છે.

અલ્પાબેને પોસ્ટ કરવાની સાથે લખ્યું છે, “શ્રીમતી નીતાબેન તથા શ્રીમાન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર ચિ. અનંત અંબાણી સંગ ચિ. રાધિકા મર્ચન્ટના પ્રી- વેડિંગ પ્રસંગે અંબાણી પરિવાર તરફથી તારીખ 12 /3/2024 ના રોજ ચોરવાડમાં ભવ્ય લોકડાયરો યોજાયો જેમા શ્રીઅનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ તેમજ શ્રી કોકીલામાંની હાજરીમાં મને ગાવાનો અવસર મળ્યો અને અંબાણી પરિવાર દ્વારા મારું સન્માન થયું એ અણમોલ પળ મને જીવનભર યાદ રહેશે. અંબાણી પરિવારનો હું આ તકે હ્રદયથી ખુબ ખુબ આભાર વ્યકત કરું છું”

સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અનંત અંબાણીના થનાર ધર્મપત્ની રાધિકા અલ્પાબેનનું શાલ ઓઢાડીને સન્માન કરે છે. આ દરમિયાન અલ્પાબેન પણ હાથ જોડીને અભિવાદન કરે છે. જેના બાદ અલ્પાબેન અનંત અંબાણીને મળે છે અને પછી કોકિલાબેનના ચરણસ્પર્શ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો અન્ય એક વીડિયોમાં અલ્પાબેન મંચ પરથી ડાયરાની રમઝટ બોલાવે છે અને તેમની બાજુમાં ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પણ હાર્મોનિયમ પર તેમનો સાથ આપતા જોઈ શકાય છે. તો સામે શ્રોતાગણમાં અનંત, રાધિકા અને કોકિલાબેન અંબાણી પણ બેઠેલા જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alpa Patel (@alpapatel.official)

Niraj Patel