ધીરૂભાઇ અંબાણીની જન્મભૂમિ ચોરવાડમાં અંબાણી પરિવારે કરાવ્યુ ભવ્ય ડાયરાનું આયોજન, અલ્પા પટેલ અને કિર્તીદાન ગઢવીએ બોલાવી રમઝટ- જુઓ નવી તસવીરો અને વીડિયો

મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ સેલિબ્રેશન હજુ ખત્મ નથી થયા. અંબાણી પરિવારે 12 માર્ચના રોજ ચોરવાડમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કર્યુ હતુ, આ દરમિયાન ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાન ગઢવી અને અલ્પા પટેલના ડાયરાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અલ્પાબેન અને કીર્તિદાને ડાયરામાં રમઝટ બોલાવી દીધી હતી.

લગ્નના બંધનમાં બંધાનાર અંનત અને રાધિકા સાથે આ કાર્યક્રમમાં કોકિલાબેન અંબાણી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત અલ્પાબેન પટેલનું અંબાણી પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારના પ્રસંગમાં પધારેલા તમામ લોકોએ ડાયરાની ભરપૂર મોજમાણી હતી. સાંસદ રાજેશ ચૂડાસમાએ પણ લોકો વચ્ચે બેસી ડાયરાની મોજ માણી હતી.

ચોરવાડ તેમજ કુકસવાડા અને આસપાસ પંથકના તમામ લોકોએ અનંત અને રાધિકાને શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.12 માર્ચે કોકીલાબેન અંબાણી અને ધારૂભાઇના લગ્નની વર્ષગાંઠ હતી અને આ નિમિત્તે તેમણે ધીરુભાઈને યાદ કરી વર્ષો જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ પણ અંબાણી પરિવારના સભ્યોનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું.

મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ભોજન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.આ તકે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં જે કંઈ પણ છે તે ચોરવાડના કારણે છે. આગળ તેણે કહ્યુ- મને એક વિચાર આવ્યો છે કે, જેમ એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થયા છે. તેમ આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ.

અહીંના જે બાળકો છે તે ધીરુભાઈથી પ્રેરણા લઈ આગળ વધે. આવનારા 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. એ શક્તિ આ ગામ માં છે. જણાવી દઇએ કે, આ દરમિયાન ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, ડાયરામાં ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી, બ્રિજરાજદાન ગઢવી, અલ્પાબેન પટેલે ડાયરાની રમઝટ બોલાવી હતી.

ચોરવાડ પહેલા જામનગરમાં અનંત-રાધિકાનું ત્રિ દિવસિય પ્રી વેડિંગ સેલિબ્રેશન યોજાયુ, જેમાં દેશ-વિદેશની જાણિતી હસ્તિઓ સહિત બોલિવુડ અને હોલિવુડ સેલેબ્સે હાજરી આપી હતી. આ પછી રિલાયન્સના કર્મચારીઓ માટે પણ જલસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ચોરવાડના ગ્રામજનો માટે પણ અંબાણી પરિવારે કાર્યક્રમનું આયોજન કર્યું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina