લગ્ન બાદ લોકગાયિકા અલ્પા પટેલ પોતાના ભરથાર સાથે પહોંચ્યા ખોડિયાર માતાના દર્શને, તસવીરો થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય લોકોની સાથે ઘણા બધા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા જ એટલે કે 17 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા, તેઓ ઉદય ગજેરા સાથે લગ્નના સાત ફેરા ફર્યા.

લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી હતી. થોડા સમય પહેલા જ અલ્પા પટેલે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી, તો અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.

હાલ લગ્ન બાદ અલ્પા પટેલ પોતાના ભરથાર સાથે ખોડિયાર માતાજીના દર્શને ગયા હતા, જેની કેટલીક તસવીરો અલ્પાબેને તેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ  ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. તસ્વીરોમાં અલ્પાબેન અને તેમના ભરથાર ઉદય ગજેરાના ચહેરા ઉપર અનેરું સ્મિત દેખાઈ રહ્યું છે, સાથે જ પોસ્ટમાં દર્શાવેલા લોકેશન પ્રમાણે તે નિકોલના ખોડિયાર મંદિર પહોંચ્યા હતા.

સોશિયલ મીડિયામાં સામે આવેલી તસ્વીરોમાં અલ્પાબેન અને તેમના પતિ ઉદય ગજેરાનો ખુબ જ સાદગી ભરેલો અવતાર જોવા મળી રહ્યો છે. અલ્પાબેન ગુલાબી રંગની સાડીમાં જોવા મળી રહ્યા છે. તો તેમની સાડીને મેચ કરતું શર્ટ પણ તેમના પતિ પહેરેલા જોવા મળે છે. ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરીને આ નવ યુગલે ધન્યતા અનુભવી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા.

અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી. અલ્પા પટેલની વાત કરીએ તો, તેમણે માત્ર 10 વર્ષની નાની ઉંમરે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકામાં સુમાર છે.

અલ્પા પટેલે જ્યારે તેમના કરિયરની શરૂઆત કરી ત્યારે તેઓની ફી માત્ર 50 રૂપિયા હતી પરંતુ આજે તેઓ એક પ્રોગ્રામના 1 લાખથી લઇને 1.25 લાખ સુધી ચાર્જ કરે છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તે બાદથી તેઓ મામાના ઘરે જ રહી અભ્યાસ કરતા હતા. તેમનો ઉછેર મામાના ઘરે જ થયો હતો.

ગાયિકા અલ્પા પટેલના લગ્ન ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા. જેમાં લગ્નનો રજવાડી ઠાઠ પણ જોવા મળ્યો હતો. સામે આવેલી તસવીરોમાં લગ્નની જાહોજલાલી જોવા મળી હતી. અલ્પા પટેલને શુભકામનાઓ આપવા માટે સેલેબ્સ પણ તેમના લગ્નમાં પહોંચ્યા હતા. તેમના લગ્નમાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, જીગ્નેશ કવિરાજમ સાઈરામ દવે જેવા કલાકારો પણ હાજર રહ્યા હતા.

Niraj Patel