લોકગાયિકા અલ્પા પટેલના ઘરે લગ્નના ઢોલ ઢબુક્યા, આજે આંગણે આવી રુડી જાન, જુઓ લગ્નની શાનદાર તસવીરો

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ઘણા બધા સામાન્ય લોકોની સાથે સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે હાલ ગુજરાતમાંથી પણ એક ખુશખબરી આવી રહી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા અલ્પા પટેલના ઘરે આજે રુડી જાન આવી પહોંચી છે અને તેમના ઘરે લગ્નની શરણાઈ પણ ગુંજી ઉઠી છે. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

લગ્ન પહેલા તેમણે શાનદાર પ્રિ વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેની તસવીરો પણ સામે આવી છે. થોડા સમય પહેલા જ અલ્પા પટેલે સગાઈ કરી હતી. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી હતી. અલ્પા પટેલ લગ્નના સાત ફેરા ઉદય ગજેરા સાથે આજે ફરવાના છે. અલ્પા પટેલના ગરબાથી લઈને લગ્નની ચોરી સુધીની તસવીરો સામે એવી છે.

અલ્પા પટેલ અને ઉદય ગજેરા 17 ફેબ્રુઆરીના રોજ એટલે કે આજે લગ્નના બંધનમાં બંધાવાના હતા અને તેમને તેની જાહેરાત પણ પોતાના સોશિયલ મીડિયા ઉપર પ્રિ વેડિંગની એક તસ્વીર શેર કરીને આપી હતી. આ તસ્વીરમાં અલ્પા અને ઉદય બંને એકબીજાનો હાથ પકડી અને ઉભેલા જોવા મળી રહ્યા છે. સાથે જ નીચે લગ્નની તારીખ 17 ફેબ્રુઆરી નોંધી રાખવાનું પણ જણાવ્યું હતું.

અલ્પા પટેલ ગુજરાતની પ્રસિદ્ધ ગાયિકા છે. તેમના પાર્ટનર ના તો કોઇ સિંગર છે અને ના તો કોઇ અભિનેતા. જો કે, આ સિવાય તેઓ શું કરે છે, તેની કોઇ માહિતી હાલ સામે આવી નથી. અલ્પા પટેલની વાત કરીએ તો, તેમણે માત્ર 10 વર્ષની નાની ઉંમરે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકામાં સુમાર છે.

અલ્પા પટેલે જ્યારે તેમના કરિયરની શરૂઆત કરી ત્યારે તેઓની ફી માત્ર 50 રૂપિયા હતી પરંતુ આજે તેઓ એક પ્રોગ્રામના 1 લાખથી લઇને 1.25 લાખ સુધી ચાર્જ કરે છે. તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી અને તે બાદથી તેઓ મામાના ઘરે જ રહી અભ્યાસ કરતા હતા. તેમનો ઉછેર મામાના ઘરે જ થયો હતો.

લોક ગાયિકા અલ્પા પટેલના લગ્નની સંગીત સંધ્યાની પણ કેટલીક તસવીરો સામે આવી, જેમાં ગાયક દેવાયત ખવાડ જોવા મળી રહ્યા છે. તેમને પોતાના અવાજથી અલ્પા પટેલના લગ્નની ગરબા નાઈટને રંગીન બનાવી હતી. આ ઉપરાંત ગરબામાં દેવાયત અલ્પા પટેલ સાથે ગરબા રમતા પણ જોવા મળી રહ્યા છે.

ગાયિકા અલ્પા પટેલના લગ્ન ખુબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. તસવીરોમાં લગ્નની જાહોજલાલી જોવા મળી રહી છે. અલ્પા પટેલને શુભકામનાઓ આપવા માટે સેલેબ્સ પણ તેમના લગ્નમાં પહોંચ્યા હતા.

તો સોશિયલ મીડિયામાં અલ્પા પટેલના ભરથાર ઉદય ગજેરાની તસવીરો પણ સામે આવી છે. જેમાં તેમના ઘરે લગ્નના પ્રસંગની ઝાંખી પણ જોવા મળી રહી છે. ઉદય ગજેરાને પીઠી ચોળાતા પણ તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

અલ્પા પટેલ અને ઉદય ગજેરાના સગાઈની પણ કેટલીક તસવીરો બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી અને તેમના ચાહકોએ તેમને સગાઈની ખુબ જ શુભકામનાઓ પણ આપી હતી

Niraj Patel