પુષ્પામાં અલ્લૂ અર્જુનનો સિગ્નેચર હેન્ડ સ્ટેપ શહેનાઝ ગિલથી કરવામાં આવ્યો હતો કોપી ? ચાહકો બોલ્યા- આ તો કોપી કરી

અલ્લુ અર્જુન આજે પણ તેની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ને લઈને દેશ-વિદેશમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની એક્ટિંગથી લઈને તેનો એટીટ્યુડ અને સ્ટાઈલ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમજ તેના ખૂબ વખાણ પણ થયા હતા. ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનનો હાથનો હૂક સ્ટેપ જોઈને ચાહકો અને દર્શકો એટલા પ્રભાવિત થઈ ગયા કે બધા તેની નકલ કરવા લાગ્યા. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો ચેલેન્જ શરૂ થયા, જેમાં યુઝર્સે અલ્લુના હાથના હાવભાવ કોપી કર્યા.

પરંતુ શું તમે જાણો છો કે અલ્લુ અર્જુનનો આ હાથનો ઈશારો નવો નથી. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને એવું લાગે છે કે આ હૂક સ્ટેપ કોઈ બીજાથી પ્રેરિત હતો. બિગબોસ 13ની સ્પર્ધક રહી ચૂકેલી શહેનાઝ ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શહેનાઝ ગિલ અલ્લુ અર્જુનની જેમ હાથના ઈશારા કરતી જોઈ શકાય છે.

ત્યારે હવે એવું માનવામાં આવી રહ્યુ છે કે અલ્લુની સ્ટાઈલ શહેનાઝથી પ્રેરિત છે. શહેનાઝ ગિલનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઇ શકાય છે કે શહનાઝ ગિલ બિગબોસના ઘરમાં ઉભી છે. શહનાઝની સામે કોઈ બેઠું છે અને તે આ હૂક સ્ટેપ કરી રહી છે. વીડિયો જોઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે શહનાઝ ગિલે 2019માં પુષ્પા ફિલ્મના આવ્યા પહેલા અલ્લુ અર્જુનના આ હૂક સ્ટેપને કરી લીધો હતો. આ વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

શહનાઝના ફેન્સને આ વીડિયો જોઈને ખૂબ જ મજા આવી રહી છે. ફેન્સ કોમેન્ટમાં રમુજી વાતો લખી રહ્યા છે. એકે કહ્યું છે કે, ‘તેણે અલ્લુ સમક્ષ આ પોઝ આપ્યા છે. સના અદ્ભુત છે. બીજાએ કહ્યું – આ પહેલેથી જ સનાની શૈલી છે. ક્યાંક ફિલ્મે તેની નકલ તો નથી કરી. શહેનાઝના ફેન્સ આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by SIDNAAZ♡ (@sidnaaz_jellybean)

શહેનાઝ ગિલ બિગબોસ 15ના ફિનાલેમાં જોવા મળી હતી. શહનાઝે અહીં હોસ્ટ સલમાન ખાન સાથે ખૂબ મસ્તી કરી હતી. દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને પણ યાદ કર્યા હતા. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની વાત કરીએ તો તેમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના છે. આ ફિલ્મે દેશ-વિદેશમાં જબરદસ્ત બિઝનેસ કર્યો હતો. સાથે જ તેની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે.

Shah Jina