અભિનેત્રી આલિયા ભટ્ટે હાલમાં જ પોતાની ગર્ભાવસ્થાની ઘોષણા કરી હતી. લગ્નના ત્રણ જ મહિનામાં આ ગુડ ન્યુઝ મળતા લોકો પણ ચોંકી ગયા છે, આલિયાએ આ ગુડ ન્યુઝ લંડનમાં ચાલી રહેલા પોતાના હોલીવુડ પ્રોજેક્ટની શૂટિંગની વચ્ચે આપી હતી.એવામાં લંડનમાં આલિયાને કરીના, કરણ જોહર અને મનીષ મલ્હોત્રા મળી મળી ગયા હતા અને આલિયાએ તેઓની સાથે મન ભરીને એન્જોય કર્યું હતું, જેની તસવીરો પણ મનીષ મલ્હોત્રાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે.
મનીષ મલ્હોત્રાએ આલિયા અને કરણ સાથે સેલ્ફી પોસ્ટ કરીને લખ્યું કે,”લંડનમાં સૂરજની રોશનીનો લુપ્ત ઉઠાવતા”.આ તસ્વીરમાં આલિયા વ્હાઇટ આઉટફિટ પહેરેલી અને સનગ્લાસ પહેરેલી દેખાઈ રહી છે અને સાથે કરન જોહર પણ દેખાઈ રહ્યો છે. જયારે અન્ય તસ્વીરમાં મનીષ પોતાની ફેવરિટ એવી કરીના સાથે સલ્ફી લેતો દેખાઈ રહ્યો છે.આ સિવાય મનીષે પોપ્યુલર બીટાઉનની અભિનેત્રી સાથે પણ સેલ્ફી શેર કરી છે.
અન્ય એક તસ્વીરમાં મનીષની સાથે ગૌરી ખાન, ટ્વીન્કલ ખન્ના પણ જોઈ શકાય છે, સારા અલી ખાન પણ લંડનમાં તેઓની સાથે જ છે. સારાએ પણ પોતાની સ્ટોરીમાં કરણની સાથે મજેદાર વિડીયો શેર કર્યો છે. જયારે કરીના પણ પોતાના કામમાંથી બ્રેક લઈને સૈફ અને તૈમુર સાથે લંડન ટ્રીપ માટે પહોંચી છે અને તેઓ એકબીજાને મળી ગયા.
ગર્ભવતી બન્યા પછી આલિયાની આ પહેલી તસ્વીર સામે આવી છે.ગર્ભાવસ્થાની જાણકારી આપતા જ સામાન્ય જનતાની સાથે સાથે બોલિવુડ સેલેબ્સ પણ તેને સોશિયલ મીડિયા મારફતે શુભકામના આપી રહ્યા છે, જેના બદલ આલિયાએ દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. માનવામાં આવી રહ્યું હતું કે આલિયા પોતાના હોલીવુડ પ્રોજેક્ટમાંથી બ્રેક લેશે અને રણબીર તેને લેવા માટે લંડન પહોંચશે.
જેના પર આલિયાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે તે કોઈ પાર્સલ નથી અને તેને કોઈ લેવા માટે આવવાનું નથી, તેને કામમાંથી બ્રેક લેવાની પણ કોઈ જ જરૂર નથી.આલિયા રણબીરની ફિલ્મ બ્રહ્માસ્ત્ર આ વર્ષે જ રિલીઝ થશે. સ્ક્રીન પર આ જોડી પહેલી વાર જોવા મળશે, જેને લીધે ચાહકોમાં પણ ફિલ્મને લીધે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં મૌની રોય, અમિતાભ બચ્ચન, નાગાર્જુન જેવા કલાકારો પણ જોવા મળશે. આ સિવાય રણબીરની શમશેરા પણ જલાઇ મહિનામાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર પણ ચાહકોને ખુબ પસંદ આવ્યું છે. આલિયા પણ રણવીર સિંહ સાથે રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે.