5,10 નહિ પણ અધધધધ કરોડનો નેકલેસ પહેરી આલિયા ભટ્ટ પહોંચી ચેરિટી ઇવેન્ટમાં, વાઇન ગાઉનમાં લાગી એકદમ અપ્સરા..જુઓ Photos

આલિયાએ લંડનમાં 20 કરોડના નેકલેસને પહેરી અપ્સરા જેવી દેખાઈ, જુઓ ભવ્ય તસવીરો

બોલિવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ હાલમાં જ થોડા સમય પહેલા પોતાનો પહેલો ચેરિટી પ્રોગ્રામ હોસ્ટ કરવા લંડન પહોંચી હતી. આ દરમિયાન અનેક સેલિબ્રિટીઓએ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. પરંતુ આલિયાનો લુક લાઈમલાઈટ લૂંટી ગયો. આલિયા ભટ્ટે સલામ બોમ્બે ફાઉન્ડેશનની ‘હોપ ગાલા’ ઈવેન્ટમાં કરોડોની કિંમતની જ્વેલરી પહેરી હતી, જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

આ સિવાય તેના બંનેઆઉટફિટ્સની પણ ખૂબ ચર્ચા થઈ હતી. હોપ ગાલા ઈવેન્ટમાંથી આલિયા ભટ્ટના બે લુક્સ સામે આવ્યા હતા. પહેલા આલિયા વાઈન ગાઉનમાં જોવા મળી હતી અને બાદમાં તે હાથીદાંતની સાડીમાં જોવા મળી હતી. ડાયમંડ-નીલમ નેકલેસ અને મેચિંગ રિંગ સાથે વાઇન સ્ટ્રેપી ગાઉનમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેણે આ સાથે મિનિમલ મેકઅપ કર્યો હતો. બુલ્ગારીની વેબસાઈટ અનુસાર, આલિયાના નેકલેસ-રિંગની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા છે. આ જ્વેલરી ઇટાલિયન બ્રાન્ડના 2020ના બોરોકો કલેક્શનનો ભાગ છે. આલિયાના બીજા લુક વિશે વાત કરીએ તો, તેણે ડિઝાઇનર અબુ જાની અને સંદીપ ખોસલાની હાથીદાંતની સાડી પહેરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર આલિયાની તસવીરો શેર કરતી વખતે ડિઝાઇનરે સાડીની વિગતો પણ આપી હતી, જે મુજબ – 1994માં હૈંડમેડ- 30 વર્ષ પહેલા, 3500 કલાકથી પણ વધુની કાળજી સાથે, આઇવરી ફ્લોરેલ રેશમ સાડી પર રેશમના થ્રેડથી એમ્બ્રોઇડરી કરવામાં આવી છે. ડિઝાઇનરે આલિયાના હોલ્ટર નેક ટ્યૂલ બ્લાઉઝની વિગતો પણ આપી.

બ્લાઉઝમાં સિલ્ક, ચાંદીની જરી અને ક્રિસ્ટલની સાથે બેકસાઇડ પર મોતી પણ લગાવવામાં આવ્યા હતા. ઘણી તસવીરોમાં આલિયાને ઈવેન્ટમાં હાજર રહેલા અન્ય મહેમાનો સાથે પોઝ આપતા જોઈ શકાય છે. આલિયા ભટ્ટે ‘હોપ ગાલા’ ઇવેન્ટના ઘણા ફોટો શેર કર્યા છે. 1994માં હસ્તકલાથી બનેલ સાડીમાં આલિયા મહારાણી જેવી લાગી રહી હતી.

આઇવરી કલરની આ રેશમી સાડીમાં ઘણુ બારીકીથી સિલ્ક થ્રેડ વર્ક કરવામાં આવ્યુ હતુ. આ સાથે ફ્લોરલ ડિઝાઇનવાળી એમ્બ્રોડરીનું કામ ટાઇમલેસ વર્ક હતુ, જેને આલિયાએ ખૂબસુરતીથી ઓપન પલ્લુ સાથે ડ્રેપ કર્યુ હતુ. 3 દાયકા પહેલા બનેલી આ સાડી સાથે આલિયાએ કઢાઇવાળો બ્લાઉઝ કેરી કર્યો હતો.

અબુ જાની સંદિપ ખોસલાની આ વિટેંજ સાડી સાથે આલિયાએ વધારે એક્સેસરીઝ કેરી ન કરતા એમરાલ્ડના ડ્રોપ ઇયરિંગ્સને સ્ટાઇલ કર્યુ હતુ. ભલે રાહાની ક્યુટ મમ્મીએ ઓછી જ્વેલરી કેરી કરી હતી પરંતુ તો પણ ગ્રીન રંગના ઇયરિંગ્સ એક નવા કલરને જોડી રહ્યા હતા.

Shah Jina