સુહાગરાત પર આલિયા અને રણબીર વચ્ચે શું થયુ ? કરણ જોહર સામે અભિનેત્રીએ ખોલી દીધુ રાઝ- જુઓ વીડિયો

કરણ જોહરના શો કોફી વિથ કરણના સીઝન 7ના પહેલા એપિસોડનો પ્રોમો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મહેમાન બનશે. આ દરમિયાન આલિયા ભટ્ટે તેના સુહાગરાતનુ રાઝ ખોલ્યુ છે. જેને જાણીને તમે પણ પોતાની જાતને હસવાથી રોકી નહીં શકો. આ વખતે ફેન્સ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ 7’ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ શો 7મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. કરણ જોહરે શોના પહેલા એપિસોડનો પ્રોમો વીડિયો પણ શેર કર્યો છે.

આ શોના પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જોવા મળવાના છે. આ દરમિયાન આલિયા ભટ્ટ તેની સુહાગરાતના ઘણા મોટા ખુલાસા કરતી પણ જોવા મળશે. જે જાણીને તમે પણ ચોંકી જશો. કરણ જોહર રણવીર અને આલિયાનું ઇન્ટ્રોડક્શન બે ખુશહાલ પરણિત લોકો તરીકે કરાવે છે. રણવીર કહે છે તે અને આલિયા એકબીજાના મિત્રો છે. રણવીર ઘણો મસ્તીના મૂૃડમાં પણ જોવા મળે છે. કરણ જોહર આલિયાને પૂછે છે કે લગ્ન બાદ તેનો કયો ભ્રમ તૂટ્યો ? તો આના પર આલિયા કહે છે કે સુહાગરાત જેવી કોઇ વસ્તુ નથી હોતી.

તમે એટલા થાકેલા હોવ છો કે…આના પર કરણ જોરથી હસવા લાગે છે.આ પછી વીડિયોમાં જોઈ શકાય છે કે કરણ જોહર અભિનેત્રી આલિયા ભટ્ટને તેના લગ્ન વિશે વાત કરવા કહે છે. પરંતુ આલિયા પોતાની જગ્યાએ કરણના લગ્નની વાત કરવા લાગે છે. આ સિવાય કરણ જોહર આલિયાને આ સવાલ પૂછે છે કે તેને વરુણ અને રણવીર બંનેમાંથી કોની સાથેની કેમેસ્ટ્રી વધુ ગમે છે? જેના પર રણવીરને લાગે છે કે આલિયા વરુણનું નામ લેશે. જોકે આલિયાએ કોઈનું નામ લીધું ન હતું.

આલિયાના આ મૌન પર રણવીર સિંહ સોફા પરથી ઊભો થઈ જાય છે અને શો છોડવાની ધમકી આપે છે. કરણ રણવીરને પૂછે છે કે શું તેની કોઇ પ્લે લિસ્ટ છે. તો આના પર રણવીર જવાબ આપે છે કે મારી અલગ અલગ રીતની પ્લે લિસ્ટ છે. જે બાદ તે સુર નીકાળે છે અને આલિયા પણ તેનો સાથે આપે છે. કરણ જોહરનો ચેટ શો 7 જુલાઇથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર ટેલિકાસ્ટ થશે. કરણ જોહરના શોનો આ પ્રોમો વીડિયો જોયા બાદ અંદાજ લગાવી શકાય છે કે આ વખતે શો ઘણો ફની થવાનો છે.

હાલમાં આ પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આલિયાની મેરિડ લાઇફની વાત કરીએ તો, તેના લગ્ન એપ્રિલમાં થયા હતા અને તેણે મા બનવાની ખુશખબરી પણ લગ્નના ત્રણ મહિનામાં જ આપી. આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ- અમારુ બેબી જલ્દી જ આવી રહ્યુ છે. આલિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, આલિયા આ સમયે લંડનમાં તેની અપકમિંગ ફિલ્મનું શુટિંગ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

ત્યાંથી તે તેની તસવીરો અને વીડિયો પણ શેર કરી રહી છે, જે વાયરલ થાય છે.તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મ વેલેન્ટાઈન ડે 2023 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં બંને લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા બંને ગલીબોય ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. જે વર્ષ 2019માં રિલીઝ થઈ હતી.

Shah Jina