પોતાની લાડલી દીકરીની પહેલી તસવીર શેર કરી આલિયા ભટ્ટે, સાથે જ જણાવ્યો દીકરીના નામનો મતલબ, ગર્વ થશે

દાદી નીતુ કપૂરે રાખ્યું આલિયા રણબીરની દીકરીનું નામ, નામ વાંચીને તમને નવાઈ લાગશે

બોલીવુડના સ્ટાર કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે મમ્મી પપ્પા બની ગયા છે. થોડા દિવસ પહેલા જ આલિયા ભટ્ટે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. દીકરીના જન્મ બાદ કપૂર પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. ત્યારે ચાહકોથી લઈને સેલેબ્સ પણ આલિયાને દીકરી જન્મની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ દરમિયાન ચાહકો પણ હવે આલિયા અને રણબીરની લાડલીની એક ઝલક જોવા માટે આતુર છે.

ત્યારે હવે આલિયા ભટ્ટે પોતાની દીકરીનું નામ અને દીકરી સાથેની એક તસવીર પણ તેના સોશિયલ મીડિયામાં શેર કરી છે. આલિયા અને રણબીરના ચાહકો તેમની દીકરીના નામને જાણવા માટે પણ આતુર હતા, ત્યારે હવે આલિયાની આ પોસ્ટમાં દીકરીના નામનો ખુલાસો થયો છે સાથે જ દીકરીનું નામ કોણે રાખ્યું છે અને નામનો શું મતલબ થાય છે તે પણ આલિયાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે.

આલિયા અને રણબીરની લાડલી દીકરીનું નામ “રાહા” રાખવામાં આવ્યું છે. તેનું આ નામ તેના દાદી નીતુ કપૂરે જ રાખ્યું છે. સાથે જ આલિયાએ પોસ્ટમાં દીકરીના નામનો મતલબ પણ જણાવ્યો છે. આલિયા ભટ્ટે જે તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શહેર કરી છે તે ખુબ જ પ્રેમાળ છે. આ તસ્વીરમાં આલિયા અને રણબીર પોતાની લાડલી દીકરીને હાથમાં લઈને ઉભેલા જોવા મળી રહ્યા છે. સાથે જ વૉલ પર આલિયા આને રણબીરની દીકરીના નામની એક ટી-શર્ટ પણ જોવા મળી રહી છે.

જેમાં દીકરીનું નામ “રાહા” જોવા મળી રહ્યું છે. આ પોસ્ટ સાથે આલિયાએ લખ્યું છે કે, “દીકરીનું નામ રાહા રાખવામાં આવ્યું છે. આ નામ તેને તેની અદ્ભુત અને પ્રિય દાદી દ્વારા આપવામાં આવ્યું છે. આ નામના ઘણા સુંદર અર્થો છે. તેનો અર્થ છે  “દિવ્ય માર્ગ.” સ્વાહિલીમાં તેનો અર્થ આનંદ થાય છે. જ્યારે, સંસ્કૃતમાં તે ગોત્ર છે. બંગાળીમાં આ નામનો અર્થ આરામ, સરળતા અને રાહત છે. અરબીમાં તેનો અર્થ શાંતિ થાય છે. આ સાથે, સુખ, સ્વતંત્રતા પણ આ નામના અર્થ છે.

આલિયાએ આગળ લખ્યું કે, “તે પોતાના નામને અનુરૂપ છે. જયારે અમે તેને પહેલીવાર પોતાની બાહોમાં લીધી ત્યારે અમે તે બધું જ અનુભવ્યું જે તેના નામના અર્થમાં છે. આલિયાએ લખ્યું કે “આભાર રાહ, અમારા પરિવાર, અમારા જીવનમા આવવા માટે. એવું લાગે છે કે અમારી જિંદગી હમણાં જ શરૂ થઇ છે.” તમને જણાવી દઈએ કે આલિયાએ 6 નવેમ્બર, 2022ના રોજ તેની લાડલી દીકરીને જન્મ આપ્યો હતો. દીકરી જન્મ બાદ આલિયા અને રણબીર સતત ચર્ચામાં છે.

Niraj Patel