ખબર મનોરંજન

આલિયા ભટ્ટે કરી સફારીની સેર, રણથંભોરમાં રણબીર કપૂર-નીતુ સિંહ અને રીધ્ધીમા સાથે એન્જોય કરી બોનફાયર નાઈટ

રણથંભોરમાં સિતારાઓની હલચલ, મમ્મી નીતુએ શેર કરી તસ્વીર, શું રણબીર-આલિયા કરવાના છે સગાઈ?

અનલોક થતા બોલીવુડના ઘણા કલાકારો દેશ-વિદેશમાં નવા વર્ષની ઉજવણી માટે જતા દેખાઈ રહ્યા છે.એવામાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ સમય કાઢીને રાજસ્થાનના રણથંભોરમાં રજાઓ વિતાવવા અને નવા વર્ષની ઉજવણી માટે પહોંચ્યા છે.

Image Source

આલિયાના પરિવારની સાથે સાથે રણબીરની માં નીતુ કપૂર, અને બહેન રીધ્ધીમા કપૂર પણ સાથે જોવા મળ્યા છે. પૂરો પરિવાર સફારી ટાઈમ અને ડિનર એન્જોય કરતો જોવા મળ્યો છે. આલિયાએ ડિનરની અમુક તસ્વીરો પણ શેર કરી છે જેમાં તે બધા સાથે મળીને બોનફાયર નાઇટનો આનંદ લેતા દેખાઈ રહ્યા છે. શેર કરેલી તસ્વીરોમાં આલિયા ખુબ જ સ્ટાઈલિશ દેખાઈ રહી છે.

Image Source

આલિયાએ પિન્ક શોર્ટ ડ્રેસ, વિન્ટર કોટ, કેપ અને લોન્ગ હાઈ બુટ પહેર્યા છે, આ લુકમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તસ્વીરની સાથે આલિયાએ કૈપ્શનમા લખ્યું કે,”અને જે પણ આપણી સામે છે…ચિયર્સ!” તસ્વીરમાં રણબીરની પણ ઝલક જોવા મળી રહી છે. સૌથી ખાસ વાત એ પણ છે કે દીપિકા અને રણવીર સિંહ પણ અહીં પહોંચ્યા હતા અને બધાએ સાથે મળીને આનંદ માણ્યો હતો.

Image Source

દર્શકો ઘણા સમયથી આલિયા-રણબીરના લગ્નની રાહ જોઈ રહ્યા છે. એવામાં પરિવારના લોકોનું આવી રીતે અચાનક રણથંભોરમાં જવાને લીધે લોકોનું માનવું હતું કે બંન્નેની કદાચ સગાઈ થવાની છે, તેઓની સગાઈનો સમારોહ રાજસ્થનમાં થવાનો છે!

Image Source

જો કે આ બાબત પર રણબીરના કાકા રણધીર કપૂરે આ વાતને અફવા જણાવતા કહ્યું હતું કે,”આ સાચી વાત નથી’. જો રણબીર-આલિયાની સગાઈ હોત તો અમે બધા પણ તેની સાથે હોત. તેઓ બધા રજાના દિવસો વીતાવવા અને નવા વર્ષની ઉજવણી માટે ત્યાં ગયા છે, તેની સગાઈની ખબર એકદમ ખોટી છે”.

Image Source

ફિલ્મોની વાત કરીએ તો આલિયા-રણબીર એકસાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન,મૌની રૉય,ડિમ્પલ કપાડિયા પણ ખાસ કિરદારમાં હશે. આ સિવાય આલિયા ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે.