તંબાકુ બ્રાન્ડની એડ કરવા પર આખરે અક્ષય કુમારે માગી માફી, ફીને લઈને લીધો મોટો નિર્ણય

હાલમાં બોલિવૂડ સુપરસ્ટાર વિમલની એડમાં જોવા મળી રહ્યો છે. આ એડમાં તેમની સાથે શાહરુખ ખાન અને અજય દેવગણ જોવા મળી રહ્યા છે. જો કે અજય દેવગણ અને શાહરુખ ખાન ઘણા સમયથી આ એડ કરી રહ્યા છે પરંતુ જેવી અક્ષય કુમારની આ એડમાં એન્ટ્રી થઈ કે લોકોએ તેનો ઉધડો લઈ લીધો. સોશિયલ મીડિયા પર અક્ષય કુમારને લોકો ખૂબ જ ટ્રોલ કરવા લાગ્યા અને તેમના પર ઘણા મીમ્સ પણ બનાવા લાગ્યા. ત્યારે હવે બોલિવુડના ખેલાડી કહેવાતા અક્ષય કુમારે મોટો નિર્ણય લીધો છે.

અક્ષય કુમારે કેમ માફી માગી?
અક્ષય કુમારે પોતાના ફેન્સની માફી માગતા આ વિજ્ઞાપન એટલે કે જાહેરાતમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, તે તંબાકુ બ્રાન્ડ(વિમલ)નો બ્રાન્ડ એમ્બેસેડર નહીં રહે. અક્ષયે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાના નિર્ણયની જાણકારી આપી છે.

અક્ષય કુમારે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું, મને માફ કરી દો. હું તમારા બધાની માફી માગવા માગુ છું. મારા બધા ફેન્સ અને શુભચિંતકો મને માફ કરી દે. છેલ્લા કેટલાક દિવસથી આવેલા તમારા બધાના રિએક્શને મને ખુબ પ્રભાવિત કર્યો છે. મે ક્યારેય તંબાકુની એડ કરી નથી અને આવનારા સમયમાં પણ નહીં કરુ. વિમલ ઈલાયચીની સાથે એડ કર્યા બાદ સામે આવેલી તમારી ભાવનાઓની હું કદર કરુ છું. તેથી હું પુરી વિનમ્રતા સાથે તેમાથી પાછળ હટું છું.

અક્ષયે આગળ લખ્યું કે, મને મળેલી ફીનો ઉપયોગ હું સારા કામ માટે કરીશ. બ્રાન્ડ ઈચ્છે તો આ એડને ઓનએર કરવાનું ચાલું રાખી શકે છે જ્યાં સુધી આ કોન્ટ્રાક્ટનો લીગલ સમય પૂરો ન થાય. પરંતુ હું વચન આપું છું ભવિષ્યમાં પુરી સમજદારી સાથે વિકલ્પોની પસંદગી કરીશ. બદલામાં હંમેશા હું તમારો પ્રેમ અને દુઆ માગતો રહીશ.

થોડા દિવસ પહેલા અક્ષયની આ જાહેરાત રિલીઝ થઈ હતી. જેમા પહેલીવાર અક્ષય કુમાર,શા હરુખ અને અજય દેવગણ સાથે જોવા મળ્યા. આમ પહેલીવાર કોઈ એડ માટે આ ત્રણેય સુપરસ્ટાર સાથે આવ્યા. જો કે આ મોટી વાત હતી.

પરંતુ અક્ષયના ફેન્સને આ વાત પસંદ ન આવી અને લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. જો કે અજય દેવગણ ઘણા સમયથી આ એડ કરી રહ્યો છે તેને લઈને ક્યારેય આવી પ્રતિક્રિયા સામે નથી આવી. ત્યાર બાદ શાહરુખ જ્યારે આ એડમાં જોડાયો ત્યારે પણ કોઈ સમસ્યા આવી નહોતી. જો કે જેવી અક્ષયની આ એડમાં એન્ટ્રી થઈ કે બબાલ મચી ગયો. લોકો અક્ષયને ખરાબ રીતે ટ્રોલ કરવા લાગ્યા. આખરે અક્ષયે લોકોની ભાવનાઓનું માન રાખ્યું અને આ એડમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીઘા.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

YC