બ્રિટનની રાણી કરતા પણ વધારે અમીર છે બ્રિટિશ PM ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ, અધધધધ કરોડોનું ઇન્ફોસિસથી મળ્યુ મોટુ ડિવિડન્ડ- રકમ જાણી તમારી આંખો થઇ જશે ચાર

બ્રિટનના નવા PM ની વાઇફને અધધધધ કરોડોનું ઇન્ફોસિસથી મળ્યુ મોટુ ડિવિડન્ડ- રકમ જાણી તમારી આંખો થઇ જશે ચાર

ભારતીય આઇટી કંપની ઇન્ફોસિસ લિમિટેડે નાણાકીય વર્ષ 2022-23 માટે પોતાના શેરધારકોને 16.50 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવાની ઘોષણા કરી છે. આનો મતલબ છે કે 28 ઓક્ટોબર સુધી જેની પાસે ઇન્ફોસિસના શેર હશે તેને અંતરિમ ડિવિડન્ડ(વચગાળાનું ડિવિડન્ડ)નો લાભ મળ્યો હશે. ઇન્ફોસિસના આ અંતરિમ ડિવિડન્ડથી ઘણી મોટી સંખ્યામાં શેરધારકોને લાભ મળ્યો છે. ઇન્ફોસિસના આ અંતરિમ ડિવિડન્ડથી બ્રિટિશ પીએમ ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ પણ લાભાન્વિત થઇ છે.

શેર હોલ્ડિંગ પેટર્ન હિસાબથી સપ્ટેમ્બરમાં સમાપ્ત તિમાહી સુધી અક્ષતા મૂર્તિ પાસે કુલ 38957096 શેર છે. જે કુલ કેપિટલના 1.07 ટકા છે. ઇન્ફોસિસે નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ રૂ. 16.50ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ કંપનીના 3, 89, 57, 096 શેર ધરાવે છે. ઈન્ફોસિસના આ વચગાળાના ડિવિડન્ડથી અક્ષતા મૂર્તિની આવક રૂ. 64,27,92,084 થશે. જેની રેકોર્ડ ડેટ 28 ઓક્ટોબર છે, જે 10 નવેમ્બર સુધીમાં ચૂકવવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિની પુત્રી છે. તેઓ ઈન્ફોસિસમાં 1.07 ટકા હિસ્સો ધરાવે છે. ઋષિ સુનક બ્રિટિશ નાગરિક છે અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ ભારતીય નાગરિક છે. યુ.કે.ની નાગરિક ન હોવાને કારણે, અક્ષતા મૂર્તિ 15 વર્ષ સુધી યુકેમાં ટેક્સ ચૂકવ્યા વિના વિદેશમાંથી પૈસા કમાઈ શકે છે. ભારતીય મૂળના બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે વર્ષ 2009માં અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા. 

આ કપલને બે પુત્રીઓ છે, કૃષ્ણા અને અનુષ્કા. અક્ષતાનો જન્મ વર્ષ 1980માં હુબલીમાં થયો હતો. કેલિફોર્નિયામાં ખાનગી ઉદાર ક્લેરમોન્ટ મેકકેના કોલેજમાં અર્થશાસ્ત્ર અને ફ્રેન્ચમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેમણે ડેલોઈટ અને યુનિલિવરમાં પણ કામ કર્યું. પછી તેણે લોસ એન્જલસમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ મર્ચેન્ડાઇઝિંગમાં કોર્સ કર્યો. તેણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ પણ કર્યો છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં જ અક્ષતા અને ઋષિની મુલાકાત થઈ હતી. ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ વર્ષ 2009માં લગ્ન કરી લીધા હતા.

Shah Jina