રણબીર અને આલિયાના લગ્નમાં કડક સિક્યુરિટી સાથે પહોંચ્યા આકાશ અંબાણી એન તેમની પત્ની, વાયરલ થઇ રહી છે તસવીરો

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઇ ચુક્યા છે. લગભગ 4 વર્ષના લાંબા રિલેનશશિપ બાદ કપલે લગ્ન કરી લીધા છે. જણાવી દઈએ કે મુંબઈમાં જ લગ્નની તમામ વિધિ કરવામાં આવી હતી. આલિયા અને રણબીરના લગ્નમાં ઘણા બધા સેલેબ્સ આવ્યા હતા જેમણે લગ્ન ખુબ એન્જોય કર્યા હતા તેવામાં આ લગ્નની શાન વધારવા માટે આકશ અંબાણી તેની પત્ની શ્લોકા મહેતા સાથે પહોંચ્યા હતા.

લગ્નમાં કડક સિક્યુરિટી વચ્ચે આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતા અંબાણીની સ્ટાઈલમાં ઝલક જોવા મળી હતી. રણબીર અને આલિયાના લગ્ન દરમ્યાન બંનેની નાની એવી ઝલક જોવા મળી હતી જેમાં તે લાઈટ પિંક કલરના અટાયરમાં નજર આવી રહ્યા હતા.

મિત્રના લગ્નમાં તો આકાશ અંબાણીને તો આવાનું જ હતું પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર આકાશ અંબાણી તેની ઇન્ટરનેશનલ ટ્રીપને કેન્સલ કરીને ખાસ મિત્ર રણબીર કપૂરના લગ્નમાં પહોંચ્યા હતા.

રણબીર અને આલિયાના વેડિંગ સેલિબ્રેશનમાં શામેલ થવા માટે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ બેબી પિંક કલરની શેરવાની પહેરી હતી તેમજ શ્લોકાએ પણ પિંક કલરની સાડી પહેરી હતી જેમાં બંને ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા. શ્લોકાએ ડાયમંડ માંગ વાળો ટીકો પણ લગાવ્યો હતો અને પિંક કલરની લિપસ્ટિક સાથે મેકઅપ કમ્પ્લીટ કર્યો હતો. આ કપલ રણબીરના ઘરે વાસ્તુમાં કડક સિક્યુરિટી વચ્ચે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

પેપરાજીએ દુલ્હાની સ્ટાઈલિશ માતા નીતુ કપૂર અને તેની પુત્રી રિદ્ધિમા કપૂર સાહનીને રબીરના લગ્ન માટે જોરદાર સ્ટાઈલમાં આવતા સ્પોટ કર્યા હતા.  નીતુએ ડિઝાઈનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલા સાથે એક મલ્ટીકલર લહેંગો પહેર્યો હતો તેમજ રિદ્ધિમાએ ગોલ્ડન કલરનો લહેંગો પહેર્યો હતો જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. આ લગ્નમાં કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન પણ આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

Patel Meet