બિગબોસ OTT-2માં પાર થઇ અશ્લીલતાની બધી હદ, જેડ અને આકાંક્ષાએ શર્મ-હયા ભૂલી બધાની સામે ખુલ્લેઆમ જ હોઠ પર હોઠ ચડાવી દીધા

આકાંક્ષા પુરીએ જેડ હદીદ સાથએ ખુલ્લેઆમ કર્યુ લિપલોક, કેમેરા સામે 30 સેકન્ડ સુધી કરતા રહ્યા કિસ, તમે બાકી ન રહી જતા જોવામાં હો…

Akanksha and Jad Hadid liplock : સલમાન ખાનનો ટીવી રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2’ ઘણો ચર્ચામાં છે. હાલમાં જ એક એપિસોડમાં તમામ મર્યાદાઓ નેવે મૂકાતી જોવા મળી. જ્યાં અત્યાર સુધી તમે જોડી બનતા અને બગડતા જોઇ છે તેમજ બ્રેકઅપ, પ્રેમ અને ઝઘડો જોયો છે ત્યારે હવે OTTની બીજી સીઝનમાં તો બે કંટેસ્ટંટ જાહેરમાં લિપ-લૉક કરતા જોવા મળ્યા. આ કંટેસ્ટંટ બીજું કોઈ નહીં પણ આકાંક્ષા પુરી અને જેડ હદીદ છે. બંને ઘણીવાર ફ્લર્ટ કરતા જોવા મળ્યા છે પરંતુ છેલ્લા દિવસે તો તેમણે શોમાં હદ જ પાર કરી દીધી.

વાસ્તવમાં મામલો એવો છે કે શોમાં ‘ડેયર’ ગેમ રમવામાં આવે છે. આ દરમિયાન જેડને આકાંક્ષાને કિસ કરવાનું કહેવામાં આવે છે. બંને લાઈવ શોમાં કોઈ પણ ખચકાટ વગર એકબીજાને ફ્રેંચ કિસ કરતા જોવા મળે છે. આ પછી, લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે અને તેમની ટીકા કરી રહ્યા છે, સાથે જ લોકો બંનેને ટ્રોલ પણ કરી રહ્યા છે. આ સાથે એવું પણ કહી રહ્યા છે કે તે હવે ફેમિલી શો નથી રહ્યો.

આકાંક્ષા અને જેડનો કિસનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં આકાંક્ષા અને હદીદ લિપલોક કરતા જોવા મળે છે. આ ચેલેન્જ અવિનાશ સચદેવાએ આપી અને તે પછી આકાંક્ષા અને હદીદે એકબીજાને 30 સેકન્ડ સુધી કિસ કરી. કેટલાક ઘરના સભ્યો આકાંક્ષા અને હદીદને આવી રીતે કિસ કરતા જોઈને અનકંફર્ટેબલ પણ લાગી રહ્યા છે, જ્યારે પૂજા ભટ્ટ તેમને રોકતી પણ જોવા મળે છે. જણાવી દઈએ કે દુબઈ સ્થિત મોડલ હદીદ શોમાં પોતાના આકર્ષક વ્યક્તિત્વના કારણે ઘણો ચર્ચામાં છે.

થોડા દિવસો પહેલા આકાંક્ષા અને તેનો એક અન્ય વીડિયો વાયરલ થયો હતો. જે ઘણો વિવાદોમાં રહ્યો હતો. આ વીડિયોમાં હદીદ આકાંક્ષાને ટચ કરતો જોવા મળે છે, જેના કારણે આકાંક્ષા અસ્વસ્થતા અનુભવે છે. આકાંક્ષા તેને આમ ન પણ કરવાનું કહે છે. જો કે, જેડ હદીદે કિસ કર્યા પછી આકાંક્ષા સાથે તેના કિસનો અનુભવ શેર કર્યો. આકાંક્ષા અને જેડને જુસ્સાથી કિસ કરતા જોઈને ઘરના મોટાભાગના સભ્યો અસ્વસ્થ લાગે છે. ખાસ કરીને પૂજા ભટ્ટ. 30 સેકન્ડ બાદ જ્યારે બંને એકબીજાને છોડતા નથી, ત્યારે પૂજા ભટ્ટ તેમને અલગ કરી દે છે અને કહે છે કે બહુ થયું.

આ પછી જેડ અને અવિનાશ વચ્ચે આ કિસિંગને લઈને વાતચીત થઈ હતી. દુબઈ સ્થિત મોડલ આકાંક્ષાને ખરાબ કિસર ગણાવે છે. આ જોઈને બંને હસી પડ્યા અને પૂજાએ એક્ટ્રેસનું સ્ટેન્ડ લીધું. ત્યાં કિસ પછી આકાંક્ષા અને જેડ વચ્ચે વાતચીત જોવા મળે છે. લિપલોક પછી, જેડ અભિનેત્રીને કહે છે કે ‘મને તારું ફ્રેન્ચ કિસ ગમી ગયું’. તે ફરીથી ફ્લર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગે છે. આના પર આકાંક્ષા જવાબ આપે છે કે ‘ઠીક છે… ટીવી ફિલ્મોમાં પણ તો લોકો કરે છે.

Shah Jina