તલાકની ખબરો પર નેહા કક્કરે માર્યો જોરદાર તમાચો, પતિ રોહનપ્રીત સાથે શેર કરી એવી રોમેન્ટિક તસવીરો કે…જુઓ તમે પણ

છેલ્લા કેટલાક દિવસોથી નેહા કક્કર વિશે એવી અફવાઓ ચાલી રહી હતી કે તેના અને રોહનપ્રીત સિંહ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યુ અને બંનેના છૂટાછેડાની પણ ઘણી ખબરો સામે આવી. ત્યારે નેહાએ શુક્રવારે તેના અને પતિ રોહનપ્રીત સિંહના છૂટાછેડાના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું.

નેહાએ તેના પતિ સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી અને આ તસવીરો જોતા લાગે છે કે કપલ વેકેશન એન્જોય કરી રહ્યુ છે અને અકબીજા સાથે એકલા સમય વિતાવી રહ્યું હતું. તાજેતરમાં, નેહાના જન્મદિવસ પર રોહનપ્રીતની હાજરી ન જોવા મળ્યા પછી કેટલાક લોકોએ તેના છૂટાછેડા વિશે અટકળો શરૂ કરી.

તે બાદ શુક્રવારે નેહાએ પતિ રોહનપ્રીત સાથેના વેકેશનની તસવીરો શેર કરી, જેમાં રોહનપ્રીત તેના ગાલ પર કિસ કરતો જોવા મળ્યો. આ તસવીરો શેર કરતાં નેહાએ લખ્યું, ‘હું મારા પતિ સાથે શ્રેષ્ઠ રજાઓ વિતાવીને શહેરમાં પાછી ફરી છું.’ નેહાની આ પોસ્ટ પર જવાબ આપતાં રોહનપ્રીતે લખ્યું, ‘શું યાત્રા હતી માય લવ..!’

નેહાના ભાઈ ટોની કક્કરે આ પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યુ ‘કિતને પ્યારે હે દોનો..’ આ કપલને ફરીથી સાથે જોઈને ઘણા ચાહકોએ રાહત અનુભવી છે. એકે લખ્યું, ‘તમે આ ફોટો શેર કરીને ઘણા લોકોના જીવ બચાવ્યા છે. નહીં તો લોકોનો એટેક હતો કે તમારા જન્મદિવસ પર રોહનપ્રીત ક્યાં છે?’ એક યુઝરે લખ્યું, ‘તે પોસ્ટ કરી તે સારું થયું, નહીંતર લોકોએ છૂટાછેડા અપાવી જ દીધા હોત.’

રોહનપ્રીત અને નેહા વચ્ચે છૂટાછેડાના સમાચાર ત્યારે વાયરલ થયા જ્યારે રોહન નેહાની બર્થ ડે પાર્ટીની તસવીરોમાં ક્યાંય જોવા ન મળ્યો. જણાવી દઈએ કે નેહા કક્કડ અને રોહનપ્રીતની પહેલી મુલાકાત ચંદીગઢમાં થઈ હતી. ટૂંક સમયમાં તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા અને 24 ઓક્ટોબર 2020ના રોજ તેઓએ લગ્ન કરી લીધા.

Shah Jina