હોંગકોંગના ડિઝનીલેન્ડ આગળ ગીતાબેન રબારીએ પોતાના ભરથાર પૃથ્વી રબારી સાથે આપ્યા શાનદાર પોઝ, તો રાજભા ગઢવીએ પણ રોશનીથી ઝગમગતા હોંગકોંગનો નજારો બતાવ્યો, જુઓ તસવીરો અને વીડિયો
Gitaben Rabari and Rajbha in Hong Kong : ગુજરાતના ગાયકોનો એક મોટો ચાહક વર્ગ છે, તેમના કાર્યક્રમોંમાં મોટી જનમેદની પણ ઉમટી હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ તેમને લાખો લોકો ફોલો કરતા હોય છે અને તેમના જીવન સાથે પણ જોડાયેલા હોય છે. ત્યારે આ ગાયકો દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવતી તસ્વીરોને પણ ચાહકો અઢળક પ્રેમ આપતા હોય છે.
હાલ કચ્છી કોયલ તરીકે આખા ગુજરાતમાં જ નહિ દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવી લેનાર ગાયિકા ગીતાબેન રબારી પણ વિદેશ પ્રવાસે છે. થોડા દિવસ પહેલા જ તે લંડનમાં હતા અને તેના બાદ હવે તે હોંગકોંગ પહોંચ્યા છે. આ દરમિયાન તેમના ભરથાર પૃથ્વી રબારી પણ તેમની સાથે આ પ્રવાસમાં જોડાયા છે.
તેમના આ પ્રવાસની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. ગીતાબેનના પતિ પૃથ્વી રબારીએ તેમના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમને માહિતી આપી છે કે તેઓ હોંગકોંગ પહોંચી ગયા છે. આ તસવીરોમાં તેમની સાથે ગુજરાતના બીજા એક લોકપ્રિય ગાયક રાજભા ગઢવી પણ નજર આવી રહ્યા છે.
પૃથ્વી રબારી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે તેઓ પત્ની ગીતાબેન રબારી, અને રાજભા ગઢવી સાથે ઉભા રહીને પોઝ આપી રહ્યા છે. આ દરમિયાન ગીતાબેને ચશ્મા પણ પહેર્યા છે. આ ઉપરાંત અન્ય તસ્વીરોમાં હોંગકોંગમાં તેમનું સ્વાગત કરવા માટે અન્ય લોકો પણ ઉપસ્થિતિ છે અને તેમનું બુકે આપીને સ્વાગત પણ કરી રહ્યા છે.
આ ઉપરાંત ગીતાબેન રબારીએ હોંગકોંગના ડિઝનીલેન્ડમાંથી પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પતિ પૃથ્વી રબારી સાથે ઉભા રહીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. જેમાં ગીતાબેન રબારી કો-ઓર્ડ સેટ પહેરીને ઉભા છે તો પૃથ્વી રબારી જીન્સ અને સફેદ શર્ટમાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમને અલગ અલગ અંદાજમાં ઘણા બધા પોઝ પણ આપ્યા છે.
તેમના દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરોને હવે ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. થોડા કલાકાઓ પહેલા જ ગીતાબેન દ્વારા પોસ્ટ કરવામાં આવેલી આ તસ્વીરોને 1 લાખ કરતા પણ વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. આ ઉપરાંત ઘણા ચાહકો કોમેન્ટ કરીને તેમના લુક અને તેમની જોડીની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
તો હોંગકોંગના પ્રવાસે ગયેલા ગીરના સાવજ તરીકે જાણીતા ડાયરા કલાકાર રાજભા ગઢવીએ પણ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ રાતના સમયે એક જગ્યાએ ઉભા છે અને કેમેરામાં રોશનીથી ઝગમગતું હોંગકોંગ જોવા મળી રહ્યું છે. આ વીડિયોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ઢગલાબંધ કોમેન્ટ પણ કરી રહ્યા છે.