બીજા ધર્મની યુવતીના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઇ ગયો હતો આ ભારતીય ભૂતપૂર્વ ફાસ્ટ બોલર, મિત્રની બહેન સાથે કર્યો પ્રેમ અને પછી….

મિત્રની બહેન સાથે થયો પ્રેમ, પહેલા મિત્રતા અને પછી લગ્ન, ફિલ્મોની સ્ટોરી જેવી છે ભારતીય દિગ્ગજની લવસ્ટોરી

Ajit Agarkar Love Story : ઘણા લોકોની પ્રેમ કહાનીઓ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતી હોય છે અને તેમાં પણ કેટલાક સેલેબ્રિટીઓની એવી કહાનીઓ સામે આવે છે કે સાંભળીને લોકો પણ ચોંકી ઉઠે છે. બોલીવુડની જેમ ક્રિકેટરોની પણ એવી ઘણી કહાનીઓ છે જેના વિશે ચાહકો અજાણ છે. ત્યારે હાલ એવા જ એક ક્રિકેટરની લવસ્ટોરી સામે આવી છે. જેને જાણ્યા પછી ચાહકો પણ હેરાન રહી ગયા છે. આ ક્રિકેટર બીજું કોઈ નહિ પરંતુ ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત અગ્રકર છે.

દિલચસ્પ છે અજિત અગરકરની લવસ્ટોરી :

અજીત અગરકર આસિસ્ટન્ટ કોચ તરીકે આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સથી અલગ થયા બાદ ભારતીય ટીમના ચીફ સિલેક્ટર છે. અજીત અગરકરની ગણતરી ભારતીય ક્રિકેટના સફળ ફાસ્ટ બોલરોમાં થાય છે. તેમની લવસ્ટોરીએ પણ એક સમયે ઘણી ચર્ચા જગાવી હતી. અગરકરે વર્ષ 2002માં લગ્ન કર્યા હતા. અગરકરની પત્ની અલગ ધર્મની હતી અને તેથી તેમના લગ્ન તે સમયે હેડલાઈન્સ બન્યા હતા.

મિત્રની બહેન સાથે કર્યા લગ્ન :

અજીત અગરકરની પત્નીનું નામ ફાતિમા છે અને તે મુસ્લિમ ધર્મની હતી. આવી સ્થિતિમાં બંને માટે લગ્નનો નિર્ણય લેવો આસાન ન હોત. અગરકરની તેમની પત્ની સાથે પ્રથમ મુલાકાત વર્ષ 1999માં થઈ હતી. ફાતિમા અજીત અગરકરના મિત્રની બહેન હતી. તે સમયે જ્યારે તેનો મિત્ર મેચ જોવા જતો ત્યારે ફાતિમા પણ તેની સાથે જતી હતી. આવી સ્થિતિમાં બંને મળ્યા. આ પછી બંને વચ્ચે મિત્રતા થઈ જે પછી પ્રેમમાં બદલાઈ ગઈ.

મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવામાં આવી તકલીફો :

અજિત અગરકરનો જન્મ મરાઠી પંડિત પરિવારમાં થયો હતો અને તેથી તેણે ફાતિમા સાથે લગ્ન કરવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. બંનેના પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતા, પરંતુ બંનેએ 9 ફેબ્રુઆરી 2002ના રોજ લગ્ન કરી લીધા. અજીત અને ફાતિમાને રાજ નામનો પુત્ર છે. અગરકરે ભારતીય ટીમ માટે 26 ટેસ્ટ મેચમાં 58 વિકેટ, 191 વનડે મેચમાં 288 વિકેટ અને 4 ટી20 મેચમાં 3 વિકેટ ઝડપી છે.

Niraj Patel