ફિલ્મી દુનિયા

ઐશ્વર્યાએ કહ્યું કે, શૂટિંગ કરી ચુક્યા છે પરંતુ સ્થિતિ જોઈને પૈસા માંગવાની શરમ આવે- જાણો વિગત

હાલ આખું વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે. કોરોનાને કારણે દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે લગભગ બધા લોકોની સ્થિતિ ખરાબ થઇ ચુકી છે. લોકડાઉનના કારણે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી પર બ્રેક લાગી ગઈ છે. સીરિયલ ‘યે હૈ ચાહતે’માં નેગેટિવ રોલ પ્લે કરનારી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મીડિયા સાથે વાતચીત કરતાં ઐશ્વર્યાએ કહ્યું કે,લોકડાઉનને કારણે ઘણા શો ઓફ એર થઈ ચૂક્યા છે. પરંતુ આ બધાની સરખામણીમાં ‘યે હૈ ચાહતે’ સેફ ઝોનમાં છે. ઐશ્વર્યાએ આર્થિક પરિસ્થતિને લઈને વાત કરી હતી. ઐશ્વર્યાએ કહ્યું હતું કે, આ સ્થિતિને જોઈને લાગે છે કે જે શૂટિંગ થઇ ચૂક્યું છે તેના પૈસા માંગવામાં પણ શરમ આવે છે.

ઐશ્વર્યાએ વધુમાં આ શોના શરૂ થવાને લઈને કહ્યું હતું કે , ‘શો ક્યારે શરુ થશે તે સવાલનો જવાબ આપવો મુશ્કેલ છે. પરંતુ તે શરુ થશે. પરંતુ જ્યારે લોકડાઉન ખતમ થશે ત્યારે અમારી ઈન્ડસ્ટ્રી સૌથી છેલ્લે ખુલશે. લાગે છેકે અમે જૂન સુધીમાં કમબેક કરીશું તેવું લાગી રહ્યું છે, પરંતુ કંઈ કહી શકાય નહીં’.

આર્થિક સ્થિતિને લઈને વાત કરતા ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, કહ્યું કે, ‘કોઈ એક્ટર 2-3 વર્ષ માટે કોઈ શો સાથે જોડાઈને બાદમાં બ્રેક લે છે અને પછી ફરીથી બીજા પ્રોજેક્ટ સાથે જોડાઈ જાય છે.પરંતુ હાલ પૂરતા ઘણા શોને ફાઈનલ એન્ડિંગ સિવાય ઓફ એર કરી દેવાયા છે. પરંતુ અમે ટીવી પર ક્યારે પાછા ફરીશું તે કહી શકાય નહીં. હા

ઘણા એક્ટર પાસે એવા પણ પ્રોજેક્ટ હોય તેને કોઈ આર્થિક મુશ્કેલી નથી. પરંતુ જો આ ઇન્ડસ્ટ્રીઝ ફરીથી પગ પર ઊભા ન થયા તો અમારે અમારા બચતમાંથી ખર્ચા કાઢવા પડશે. જો કે દેશમાં ઘણા લોકો એવા છે જેમની પાસે પૈસા નથી અને એક ટંક જમવાનું પણ મળતું નથી’, તેમ એક્ટ્રેસે કહ્યું.

ટીવીની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાની ફિલ્મ ‘ઉજડા ચમન’ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં નાનો પણ મહત્વનો રોલ નિભાવતી ઐશ્વર્યાએ તેની હેલ્થને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.હાલ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઐશ્વર્યાએ તેની બીમારી વિશે જણાવ્યું કે, ‘ હું હંમેશા મારા પિતા સાથે મજાક કરું છું કે એમને કેવું ડીફેક્ટિવ બાળક પેદા કર્યું છે.’ઐશ્વર્યાએ આગળ કહ્યું કે, ‘ બાળપણથી મારા હૃદયમાં કાણું છે અને મારી આંખોમાં પણ પ્રોબ્લેમ છે. એ સિવાય બીજી ઘણી બીમારીઓ સામે લડી રહી છું. આવી મુસીબતોથી મારા જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા તો પણ હું હજુ કામ કરું છું. હું મારા શરીરનું સમ્માન કરું છું. ભલે હું કામ કરતા વધુ સમય મારા સ્વાસ્થ્ય અને ખુશીને આપું છું.’આટલા સમય ટીવીથી દૂર રહેવા પર પણ ઐશ્વર્યા બોલી કે, ‘મારી પાસે સારું કામ નહતું આવી રહ્યું અને હું કામ મારી ખુશી માટે કરવા માંગુ છું પૈસા માટે નહીં. મારી માટે પૈસા કરતા ખુશીની વેલ્યુ વધારે છે. હું એવા કામની રાહ જોઉં છું જેને કરીને મને ખુશી મળે અને એવું કામ હાલ મારી પાસે આવી નથી રહ્યું.’1 નવેમ્બરના રિલીઝ થયેલ ફિલ્મ ‘ઉજડા ચમન’માં ઐશ્વર્યા સામે લીડ એક્ટર તરીકે સની સિંહ છે. આ ફિલ્મના નિર્દેશક અભિષેક પાઠક છે. ઐશ્વર્યા અને સની સિંહ સિવાય આ ફિલ્મમાં માનવી ગગરું, અતુલ કુમાર, શારિબ હાશમી, કરિશ્મા શર્મા અને સૌરભ શુક્લા જોવા મળ્યા છે.ઐશ્વર્યા સખુજાએ વર્ષ 2008માં ‘હેલો કૌન?પહચાન કૌન?’થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં તેના કરીઅરની શરૂઆત કરી હતી.એ બાદ ‘લિફ્ટ કરા દે’, ‘સાસ બીના સસુરાલ’, ‘મૈં ના ભુલૂંગી’ સીરિયલમાં નજર આવી હતી. એ સિવાય ઘણા શો હોસ્ટ કરી ચુકી છે.’નચ બલિયે’ શો માં હોસ્ટ તરીકે અને ‘ખતરો કે ખિલાડી’ સીઝન સાતમાં કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી.ઐશ્વર્યા છેલ્લી વખત સિરિયલ ‘ચંદ્રશેખર’ માં નજર આવી હતી. ફિલ્મ ‘ઉજડા ચમન’ પહેલા ઐશ્વર્યા ‘યુ આર માઇ જાન’માં પણ દેખાઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.