અંબાણીની પાર્ટીમાં એશ્વર્યાંની લાડલી આરાધ્યા લાગી બેહદ ક્યૂટ, યુઝર્સ બોલ્યા આ તો 5G ની સ્પીડે મોટી થઇ ગઈ, જુઓ તસવીરો

એશિયાના સૌથી ધનવાન મુકેશ અંબાણીના લાડલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની પહેલા પ્રિ વેડિંગ ઉત્સવમાં દુનિયા બહારના મોંઘેરા મહેમાનો આવ્યા હતા. સતત ત્રણ દિવસ ચાલેલા પ્રી-વેડિંગ ફંક્શન હવે સમાપ્ત થઈ ગયો છે. છેલ્લે દિવસે પણ અંબાણી પરિવારે બોલિવૂડના કેટલાક મોટા સ્ટાર્સ સાથે સ્ટાર-સ્ટડેડ ગાલાનું આયોજન કર્યું હતું.

આ સુવર્ણ ક્ષણોને આ તસવીરોમાં કેપ્ચર કરવાં આવી છે. બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન, શાહરૂખ ખાન, ગૌરી ખાન, રણબીર-આલિયા, દીપિકા-રણવીર, શનાયા, જાહ્નવી, વિકી-કેટરિના જેવા સ્ટાર્સે અનંત અને રાધિકાના સ્પેશિયલ ફંક્શનમાં હાજરી આપી હતી.

આ બધાની વચ્ચે, જેણે સૌથી વધુ લાઇમલાઇટ પકડ્યું તે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન હતી. બચ્ચન પરિવારે પણ રવિવારે રાત્રે સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો અને ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.

દોસ્તો તમને જણાવી દઈએ કે વિશ્વસુંદરી એશ્વર્યાંની લાડલી આરાધ્યા દરેક વખતે થોડી અલગ દેખાતી હતી, અને તેણે તેની જૂની હેરસ્ટાઇલને છોડી દીધી હતી અને તેના કપાળને પણ ફ્લોન્ટ કર્યું હતું. એશ્વર્યાંની લાડલીએ આરાધ્યાએ બેબી પિંક લહેંગા પહેર્યો હતો

અને માતા ઐશ્વર્યાનો હાથ પકડીને પાર્ટીમાં પહોંચી હતી. આરાધ્યાએ મસ્ત બેગ પણ કેરી કરી હતી, જ્યારે ઐશ્વર્યા ઓફ-વ્હાઈટ અને ગોલ્ડન લહેંગામાં આવી હતી.

સોશિયલ મીડિયા યુઝર્સ એશ્વર્યાંની લાડલી આરાધ્યાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે આરાધ્યા પહેલા કરતા ઘણી મોટી અને મમ્મીની જેમ બેહદ સુંદર દેખાઈ રહી હતી, લોકોએ કહ્યું કે આરાધ્યા 5G ની ઝડપે વધી રહી છે. એકે લખ્યું કે આરાધ્યા આટલી અચાનક કેવી રીતે બદલાઈ ગઈ?

અન્ય એક યુઝરે લખ્યું કે અંબાણીની ઈવેન્ટમાં બીજું મોટું સરપ્રાઈઝ, આરાધ્યાનું કપાળ દેખાઈ રહ્યું હતું. ઘણા યુઝર્સે કહ્યું કે આરાધ્યા તેની માતા ઐશ્વર્યાને સુંદરતામાં ટફ ટક્કર આપી રહી છે. કેટલાક યૂઝર્સનું માનવું છે કે આરાધ્યા બિલકુલ તેની માતા જેવી દેખાવા લાગી છે જેવી તે 90ના દાયકામાં દેખાતી હતી.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

YC