હાલ 72મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ત્યારે ચારે તરફ એના વિશે જ ચર્ચાઓ થઇ રહી છે. દીપિકા ફ્રાન્સથી પરત ફરી ત્યારે પ્રિયંકા ચોપરા, સોનમ કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચન ફ્રાન્સ પહોંચ્યા હતા. અને ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી હતી.
View this post on Instagram
વાત કરીએ ઐશ્વર્યા રાયના કાન્સના રેડ કાર્પેટ લૂક વિશે તો એ વધુ ચર્ચાનો વિષય બની રહી છે. જયારે ઐશ્વર્યા રેડ કાર્પેટ પર પોતાના સ્ટાઈલિશ અવતારમાં પહોંચી હતી. કાન્સમાં પહોંચતા બધાની જ આંખો ઐશ્વર્યા પર ટકેલી હતી. મેટાલિક ગોલ્ડન ગાઉનમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. પરંતુ તેના કરતા પર તેમના કાનના મેકઅપે લોકોનું ધ્યાન વધુ ખેંચ્યું હતું.

ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર જીન-લૂઇસ સાબજીના ગોલ્ડન મેટાલિક ફિશકટ ગાઉન પહેર્યું હતું. તેમના એક કાનને ગોલ્ડ ગ્લિટરથી સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યો હતો, જયારે બીજા કાનમાં પિયર્સિંગની જગ્યા પર જ ગોલ્ડ ગ્લિટર હતું. તેને ગોલ્ડન નેઈલપોલિશ લગાવી હતી અને સાથે જ દેડકાની ડિઝાઇનવાળી વીંટીએ પણ બધાનું જ ધ્યાન ખેંચ્યું હતું. સાથે જ કાનના મેકઅપની સાથે તેને ડાયમન્ડ પણ પહેર્યા હતા.
ઐશ્વર્યાનો આ લૂક અત્યાર સુધીનો કાન્સનો સૌથી અલગ લૂક છે. એ દર વર્ષે કઈંક નવું ટ્રાય કરતી રહે છે. આ વખતે તેમને મેકઅપમાં બ્રોન્ઝ લૂક સાથે ગ્લિટર આઈશેડો અને બ્લેક લાઈનર કરી હતી. અને લિપ્સને બ્રાઉન ગ્લોસી લિપસ્ટિકથી સજાવ્યા હતા. સાથે જ તેમના લૂકને પરફેક્ટ બનાવવા માટે તેમની હેરસ્ટાઇલને સાઈડ પાર્ટિંગ કરીને સિલ્ક ઓપન લૂક આપવામાં આવ્યો હતો.
આરાધ્યાએ પોતાની મમ્મી ઐશ્વર્યા સાથે ટ્વિનિંગ કર્યું હતું. તેને પણ પીળું ફ્રોક પહેર્યું હતું, જેમાં એક સાઈડ પર મોટું ફૂલ અને પાછળ બો બનેલી હતી. આરાધ્યા પણ પોતાની મમ્મીની જેમ જ દીવા લાગી રહી હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે પણ ઐશ્વર્યા આરાધ્યાને લઈને જ કાન્સ આવી હતી. ઐશ્વર્યા રાય છેલ્લા ઘણા વર્ષોથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી છે. એ ત્યાં લોરિયલને રિપ્રેઝેન્ટ કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks