દીકરી અને પતિ સાથે હુસ્નનો જલવો વિખેરવા ફ્રાંસ રવાના થઇ બચ્ચન વહુ, આરાધ્યાની સ્માઇલે જીત્યુ ચાહકોનું દિલ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ને લઇને ક્રેઝ ઘણો જોવા મળી રહ્યો છે. દુનિયાભરના સેલેબ્સ આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. કાન્સના રેડ કાર્પેટ પર હોલિવુડથી લઇને બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલેબ્સ ભાગ લેશે. ઇવેન્ટના રેડ કાર્પેટ પર સેલેબ્સનો જલવો પણ જોવાલાયક હશે. બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ આ ઇવેન્ટમાં સામેલ થવા માટે કાન્સ પહોંચી ચૂકી છે.
17 મેથી 28 મે સુધી થનારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવુડના ઘણા સ્ટાર્સ સામેલ થશે. જેમાં એશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, હિના ખાન, પૂજા હેગડે, અદિતિ રાવ હૈદરી, નયનતારા અને કેટલાક અન્ય સામેલ છે. જ્યાં દીપિકા પાદુકોણ અને હિના પહેલા જ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બનવા માટે ફ્રાંસ પહોંચી ચૂક્યા છે. ત્યાં એશ્વર્યા પણ તેના પતિ અભિષેક બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન સાથે સોમવારના રોજ રવાના થઇ છે.
ગત રાત્રે બચ્ચન પરિવારને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. બધી વખતની જેમ એશ્વર્યા આ વખતે પણ દીકરીને થામતી જોવા મળી હતી. જો કે, આ વાખતે આરાધ્યાએ પેપરાજી સામે ઘણા પોઝ આપ્યા હતા અને તે ખૂબ ખુશ પણ નજર આવી રહી હતી. દીકરીનો આ અંદાજ જોઇ એશનો ચહેરો પણ ખુશીથી ખીલી ઉઠ્યો હતો. આ દરમિયાનની બચ્ચન પરિવારની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે, એશ્વર્યાની દીકરી આરાધ્યા ફોટોગ્રાફર્સને સ્માઇલ સાથે પોઝ આપી રહી છે અને દીકરીને આવું કરતી જોઇ મમ્મી પણ ઘણી ખુશ નજર આવી રહી છે. એશ્વર્યા અને અભિષેકની દીકરી હવે ઘણી મોટી થઇ ગઇ છે. તે હવે બધી વસ્તુને સારી રીતે સમજવા પણ લાગી છે. તેને એ પણ હવે ખબર છે કે પોઝ કેવી રીતે અપાય છે. એરપોર્ટ પર આરાધ્યાએ કેમેરામેનને ઘણા અલગ અલગ પોઝ આપ્યા હતા.
આ દરમિયાન તે ખુશ પણ નજર આવી રહી હતી. મા-દીકરીએ મળી ઘણા અલગ અલગ પોઝ આપ્યા હતા. લુકની વાત કરીએ તો, આરાધ્યાએ પિંક ટોપ અને જીન્સ કેરી કર્યુ હતુ. આ સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. એશ્વર્યા આ દરમિયાન બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. ત્યાં અભિષેક કેઝ્યુઅલ લુકમાં નજર આવ્યો હતો.
View this post on Instagram
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિષેક બચ્ચનની ફિલ્મ “દસવી” હાલમાં જ રીલિઝ થઇ છે. આ ફિલ્મમાં તેની સાથે યામી ગૌતમ અને નિમરત કૌર છે. ફિલ્મને લોકોએ ઘણી પસંદ કરી. ત્યાં એશ્વર્યા મણિરત્નમની ‘પોન્નિયિન સેલવન : આઇ’માં જોવા મળશે.