ફલાઇટની અંદર એરહોસ્ટેસ દીકરીએ પેસેન્જર સામે એનાઉન્સ કરતા પોતાની કેબીન ક્રૂ માતાની કરાવી ઓળખ, વીડિયો જોઈને ભાવુક થયા યુઝર્સ, જુઓ

માતાએ દીકરીને ગળે લગાવીને ચુંબન કર્યું, એર હોસ્ટેસ દીકરી પર ફલાઇટમાં જ માતાએ લૂંટાવ્યો પ્રેમ, ભાવુક કરી દેનારો વીડિયો થયો વાયરલ

Air hostess Daughter cabin crew Mother emotional Video : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, તેમાંથી કેટલાક એવા વીડિયો પણ હોય છે જે દિલ જીતી લેતા હોય છે. તો ઘણા વીડિયોની અંદર કેટલીક ભાવુક કરી દેનારી એવી ક્ષણો આવે છે જેને જોઈને આપણી આંખોમાંથી પણ આંસુઓ આવી જાય. હાલ એવો જ એક મા-દીકરીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એર હોસ્ટેસ દીકરી અને તેની માતાની જોડી જોવા મળે છે. માતા એ જ એરલાઇનની કેબિન ક્રૂ છે. બંને એક જ ફ્લાઈટમાં સાથે હાજર હતા. દરમિયાન, જ્યારે એર હોસ્ટેસ દીકરીએ મધર્સ ડે પર કેબિન ક્રૂ માતાને શુભેચ્છા પાઠવી ત્યારે મુસાફરોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું. આ જોઈને માતા ભાવુક થઈ જાય છે અને દીકરીને ગળે લગાવે છે.

આ વીડિયોને થોડા દિવસ પહેલા એરલાઇન કંપની ઇન્ડિગોએ શેર કર્યો હતો. જેને અત્યાર સુધીમાં 95 હજારથી વધુ વખત જોવામાં આવી ચુક્યો છે. સેંકડો યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. મા-દીકરીનો પ્રેમ જોઈને તે ભાવુક થઈ ગયો. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે- હેપ્પી મધર્સ ડે, જેણે હંમેશા મને જમીનથી આકાશ સુધી સાથ આપ્યો.

વીડિયોની શરૂઆતમાં એર હોસ્ટેસ પોતાનું નામ નબીરા સામશી જણાવે છે. પછી તે નજીકમાં ઉભેલી તેની માતા વિશે કહે છે. તેણે જણાવ્યું કે કેવી રીતે તેણે તેની માતાને 6 વર્ષ સુધી કેબિન ક્રૂ તરીકે કામ કરતા જોયા. તેણી તેના માટે એક પ્રેરણા હતી. જો કે, ગઈકાલે (14 એપ્રિલ) પ્રથમ વખત બંને એક જ ફ્લાઈટમાં સાથે સેવા આપી રહ્યા હતા.

આ દરમિયાન નબીરા તેની માતાની સામે એક જાહેરાત કરે છે. નબીરા કહે છે- મને આશા છે કે તે (મા) આજે ગર્વ અનુભવી રહી છે. જાહેરાત પૂરી થયા પછી, નબીરાની માતા તેની પુત્રીને ગળે લગાવે છે અને ચુંબન કરે છે. તેની આંખમાં ખુશીના આંસુ આવી જાય છે. તે જ સમયે, ફ્લાઈટમાં બેઠેલા મુસાફરો બંને માટે તાળીઓ પાડીને તેમને પ્રોત્સાહિત કરે છે.

Niraj Patel