સીન સપાટા મારવા અમદાવાદની યુવતીએ એવી વસ્તુ સાથે બનાવ્યો વીડિયો, પોલીસે ઘરે જઈ પિતાની ધરપકડ કરી

હાલમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું લોકોને ઘેલુ લાગ્યુ છે, ટ્રેન્ડને લઇને અનેક લોકો ભાન પણ ભુલ્યા છે. ત્યારે ઘણા લોકો તો પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકી પણ વીડિયો બનાવતા હોય છે અને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે. જો કે, ઘણા વીડિયો પોલિસના ધ્યાને આવતા જ તેઓ કાર્યવાહી પણ કરતી હોય છે. કેટલા લોકો કાયદાની ઐસી કી તૈસી કરીને પણ વીડિયો બનાવી અપલોડ કરતા હોય છે

જે વાયરલ થતા જ પોલિસ એક્શનમાં આવી જતી હોય છે. આવા અનેક બનાવો સામે આવ્યા બાદ હજી પણ કેટલાક લોકો ફેમસ થવા માટે આવા વીડિયો બનાવી રહ્યા છે. ત્યારે હાલ આવો જ એક વીડિયો અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી એક યુવતીનો સામે આવ્યો છે, જેમાં તે હાથમાં રિવોલ્વર સાથે હવામાં ફાયરિંગ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોની નીચે એમ પણ લખવામાં આવ્યુ હતું કે ‘થેક્યુ પાપા, ફોર ધીસ, ઇટ વોઝએ વન્ડર ફુલ એક્સપીરીયન્સ, છોરી સે પંગા ના લેગા કોઈ.’

આ બબાત પોલીસના ધ્યાનમાં આવતા જ તેમણે અલગ અલગ ટીમો બનાવીને આ યુવતીની શોધખોળ શરૂ કરી હતી અને તે બાદ આ યુવતી વસ્ત્રાલમાં રહેતી હોવાનું જાણવા મળતા જ પોલીસએ તેની પૂછપરછ કરી અને સામે આવ્યુ કે, તેણે પિતાની રિવોલ્વરથી આ વીડિયો બનાવ્યો હતો. દીવાળીના દિવસે રાતના આશરે પોણા દસ વાગતા ઘરની સામે ખુલ્લી જગ્યામાં તેણે મનોરંજન માટે પિતા પાસેથી રિવોલ્વર લઇ એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યુ હતુ

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

અને વીડિયો બનાવ્યો હતો. જો કે તેના પિતા પાસે આ રિવોલ્વર માટેનું કોઇ લાયસન્સ હતુ કે કેમ તે અંગે પોલીસએ પૂછપરછ શરૂ કરી હતી. હવામાં ફાયરિંગ કરનારી યુવતીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ફાયરિંગ કરનારી યુવતી અને તેના પિતાની વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.વીડિયો વાયરલ થયા બાદ પોલીસે રામોલ પાસે રહેતી દિપાલી ચંદેલ અને તેના પિતા નરેશ ચંદેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina