ખબર

અમદાવાદ પોલીસે પૂરું પડ્યું ઉદાહરણ, કાયદો બધા માટે સમાન પોલીસકર્મીને પણ અપાયો મેમો- જાણો દંડ કેટલો? ચકિત થઇ જશો

કેન્દ્ર સરકારે ટ્રાફિક અધિનિયમનમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી ટ્રાફિક નિયમ ભંગ માટે દંડની રકમમાં મસમોટો વધારો કર્યો છે. આ નિયમને કારણે ગુજરાત સહીત આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. રોજ-રોજ હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. હવે પોલીસકર્મીઓ પણ આ દંડમાંથી બાકાત નથી રહયા. અમદાવાદમાં બાઈક પર જતા એક પોલીસકર્મીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, એમાં આ પોલીસકર્મીએ હેલ્મેટ પણ નથી પહેર્યું અને ચાલુ બાઇકે મોબાઇલ પર વાત કરતા દેખાઈ રહયા છે. આ તસ્વીર વાયરલ થતા જ અમદાવાદ પોલીસે પગલાં લીધા અને પોલીસકર્મીને દંડ ફટકાર્યો હતો.

જે પોલીસકર્મીને દંડ ફટકારવામાં આવ્યો છે તેનું નામ વિશ્વાસ રાઠોડ છે, જે જીઆરડીમાં ફરજ બજાવે છે. ઓઢવ રિંગ રોડ પરથી પસાર થતી વખતે તેણે હેલ્મેટ પહેર્યું ન હતું અને ચાલુ બાઈકે મોબાઈલ ઉપર વાતો પણ કરી રહ્યો હતો. જેથી એક નાગરિકે તેમની તસ્વીર લઇ લીધી હતી. અને આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ તસ્વીર સાથે જ આ ને સજા થશે, આને દંડ કેમ નહી, દંડનું શું જેવા મેસેજ પણ ફરતા થયા હતા.

ત્યારે અમદાવાદ પોલીસ પાસે આ તસ્વીર પહોંચતા તેઓએ તાત્કાલિક આ પોલીસકર્મીને દંડ ફટકાર્યો હતો. આ ફોટો વાયરલ થયા બાદ તે પોલીસ કર્મચારીના બાઈકની નંબર પ્લેટ આધારે મેમો કરી કુલ રૂ. 1100નો દંડ કરવામાં આવ્યો અને સાથે જ મેમોમાં ગુનાનો ઉલ્લેખ કરતા હેલ્મેટ અને ફોન પર ચાલુ વાહને વાત કરવા બદલ દંડ કરવામાં આવ્યો હોવાનું પણ લખ્યું હતું. આ દંડની જાણકારી અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks