અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં ખતરનાક આગ લગતા જ લોકોએ ભાગવા વાળી કરી, ધાબે ચઢ્યા

આજે બોપોરના સમયે અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેક્સના ત્રીજા માળ ઉપર આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, આ ઘટનાને લઈને લોકોમાં અફરા તફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા માટે છત ઉપર પણ ચઢી ગયેલા જોવા મળ્યા હતા.

આગ લાગતા જ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતા જ ફાયડ બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ કોમ્પ્લેક્સમાં જ ઉપરના માલ ઉપર ચિલ્ડ્રન હોસ્પિટલ હોવાના કારણે હોસ્પિટલમાથી 13 જેટલા નવજાત બાળકો અને તેમની માતા સહીત કુલ 75 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.

ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર રેસ્ક્યુ કર્યું તેના કારણે કેટલાય માસુમ બાળકોના જીવ બચી ગયા હતા. આગ લાગતા જ ઉપરના મળે આવેલી એપલ હોસ્પિટલમાં પણ ધુમાડો ફરી વળ્યો હતો. હોસ્પિટલમાં રહેલા તમામ નવજાત બાળકો આને તેમની માતાઓને તાત્કાલિક બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવી રહ્યું છે. આગ લાગવાની ઘટના સામે આવતા જ કોમ્પ્લેક્સમાં રહેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે કોમ્પ્લેક્સના ધાબા ઉપર પણ પહોંચી ગયા હતા.

Niraj Patel