ખબર

અમદાવાદમાં શાકભાજીને લઈને આવ્યો મહત્વનો નિર્ણય, દુકાનો ખુલશે પણ આ શરતે

અમદાવાદમાં 15 મે તારીખ પછી ફરી એકવાર જીવનજરૂરિયાત વસ્તુઓની દુકાનો શરતો સાથે ખુલશે. આ ઉપરાંત અમદાવાદમાં શાકભાજીનું હોલસેલ વેચાણ પણ શરૂ થવાનું છે. આજે ડો.રાજીવ ગુપ્તાની મીટિંગમાં અગત્યનો નિર્ણય લેવાયો હતો. શહેરના કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં પણ જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનો ખુલશે. અને પાંચ જગ્યાઓએ શાકભાજીનું હોલસેલ માર્કેટ શરૂ થશે.

Image Source

અમદાવાદમાં કન્ટેનમેન્ટ ઝોનમાં કરિયાણું, શાકભાજી કે ફ્રૂટ તથા અનાજ દળવાની ઘંટી સવારના 8 AM થી બપોરના 1 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા લોકોને માલિકો તેમજ કામદારોની આરોગ્ય વિષયક ચકાસણી કરાવી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ મેળવવાના રહેશે. આ કાર્ડ દર 7 દિવસે રીન્યુ કરાવવાના રહેશે.

શાકભાજી કે ફ્રૂટ વેચાણ કરતા સમયે સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત જાળવવાનું રહેશે. રોકડ સ્વીકારવા માટે અલગથી ટ્રે રાખવાની રહેશે. તેવી જ રીતે રોકડ પાંચ આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. રોકડની આપ-લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે.

શોપમાં કામ કરતા બધા લોકો ને હેન્ડ ગ્લ%, સેનેટાઈઝર, કેપ, માસ્ક જેવી વસ્તુઓ સતત પહેરવાની રહેશે

કોવિડ 19 એ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે એવામાં ગુજરાત નંબર 2 પર છે. આ સંકટને અટકાવવા માટે તંત્ર દ્વારા લેવાઈ રહેલ પગલાં લેવાઈ રહ્યા છે જેમાં આજે અમદાવાદ શહેરના કન્ટેનમેન્ટ ઝોનને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.શહેરના 10 વોર્ડ ખાડીયા, જમાલપુર, શાહપુર, અસારવા, ગોમતીપુર,દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા. સરસપુર, મણીનગર)ને કન્ટેમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. 15 મે થી આ વિસ્તારોમાં વસતા લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની અગવડતા ન પડે તે માટે તેને દુકાનો, ફેરિયાઓની સર્વિસ શરતોને આધીન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું.

આજની અપડેટ પ્રમાણે છેલ્લા 24 દિવસમાં ગુજરાતમાં કોવિડ 19 ના 364 વધુ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. અને એક દિવસમાં 7 પ્રાથમિક રીતે કોવિડને લીધે લોકોનાં મોત નિપજ્યા છે.

તો 22 લોકો બીજી ગંભીર બીમારીઓથી પીડાતાં હતા, તે લોકોનાં મૃત્યુ નિપજ્યા છે. આમ જોઈએ તો ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં 29 દર્દીના મૃત્યુ થયા છે અને 316 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.આમ રાજ્યમાં હવે કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક 9268 થયો છે. તો કોરોના સામે મોતનો કુલ આંક 566એ પહોંચ્યો છે. જ્યારે કુલ 3562 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ડિસ્ચાર્જ રેટ 38.43 % થયો છે.

અત્યાર સુધી અમરેલી જિલ્લો સેફ હતો પણ આજે ત્યાં કોવિડ 19 ની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ સમગ્ર ગુજરાત કોરોનાની ઝપટમાં આવી ગયું છે.

હવે વાત કરીએ આજના નોંધાયેલા કોવિડ 19 ના કેસ વિશે તો અમદાવાદમાં 292 કેસ, વડોદરામાં 18, સુરતમાં 23, ભાવનગરમાં 3, પાટણમાં 2, બનાસકાંઠામાં 1, પંચમહાલમાં 1,, મહેસાણામાં 8, ગીર સોમનાથ અને ખેડામાં 1-1, જામનગરમાં 3, અરવલ્લી અને મહીસાગરમાં એક એક, દેવભૂમિ દ્વારકામાં 7, જૂનાગઢ અને અમરેલીમાં એક એકપોઝિટિવ કેસ નોંધાયા હતા.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.