અમદાવાદમાં પણ લવ જેહાદ: પરિણીત યુવક અને પાડોશી યુવતીના સુવાળા સંબંધો ધીરે-ધીરે વધવા લાગ્યા અને…

ગુજરાતની અંદર લવ જેહાદનો કાયદો લાગુ કર્યા બાદ પણ તેના કેસ નોંધાઈ રહ્યા છે. વલસાડ અને વડોદરામાંથ લવ જેહાદના કેસ સામે આવ્યા છે, ત્યારે હાલ અમદાવાદમાંથી પણ લવ જેહાદનો એક ચકચારી ભરેલો મામલો સામે આવ્યો છે, જેમાં એક પરણિત વ્યક્તિ દ્વારા યુવતીને લલચાવીને ભગાવી ગયો હોવાનું સામે આવી રહ્યું છે.

આ બાતે મળી રહેલી વધુ વિગતો અનુસાર સરખેજ વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવકે સરખેજના અંબાણી વિસ્તારમાં રહેતી અને એમ કોમનો અભ્યાસ કરતી એક યુવતીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. જેના બાદ તેની સાથે સંબંધો બાંધી તેને નિકાહ કરવાની લાલચ આપીને ભગાવી ગયો હતો.

યુવતી તેના ઘરે કોઈ બહેનપણીને ત્યાં અભ્યાસ કરવા જવાનું કહીને ત્યાંથી નીકળી હતી, પરંતુ સાંજ સુધી તે ઘરે પરત ના ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, શોધખોળમાં સામે આવ્યું કે પાડોશમાં રહેતો મુસ્લિમ યુવક પણ ગાયબ હતો, તે બંનેના ફોન ટ્રાય કરતા સ્વીચ ઓફ આવ્યા હતા. જેના બાદ યુવતીના પરિવારજનો સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

પોલીસે યુવતીના પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસની ટીમોએ સર્વેલન્સ અને અન્ય રીતે તપાસ કરતાં યુવક-યુવતી  રાજસ્થાનના ઉદયપુરમાં હોવાનું સામે આવ્યું હતું. યુવક ત્યાં યુવતી સાથે એક વકીલની ઓફિસમાં જઈને લિવ-ઈન રિલેશનનો કરાર તૈયાર કરાવી નિકાહની તૈયારી કરતો હતો.

પરંતુ આ પહેલા જ પોલીસે તેને પકડી પાડ્યો હતો. જેમાં યુવકની ધરપકડ બાદ સામે આવ્યું કે યુવક યુવતીને લિવ ઈન કરાર કરાવ્યા બાદ ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરી રહ્યો હતો.  પોલીસ પૂછપરછમાં યુવતી દ્વારા સમગ્ર હકીકતનો ખુલાસો થતાં પોલીસે લવ જેહાદના ગુનામાં પરિણીત યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

Niraj Patel