અમદાવાદના ખોખરાની સ્કૂલમાં ચોંકાવનારી ઘટના ! ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની છરીના ઘા મારી કરી હત્યા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટે ચોંકાવનારી ઘટના બની. ધોરણ 8 ના વિદ્યાર્થીએ ધોરણ 10 ના વિદ્યાર્થીની છરીના ઘા મારી હત્યા કરી નાખી.મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા સીડી પર થયેલી ધક્કામુક્કીને કારણે બંને વિદ્યાર્થીઓ વચ્ચે અદાવત ઉભી થઈ હતી.વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચી તોડફોડ કરી હતી.

આ રંજિશના કારણે ધોરણ 8 ના વિદ્યાર્થીએ અન્ય સાથે મળી ધોરણ 10 ના વિદ્યાર્થી નયન પર શાળાની બહાર છરી વડે હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ નયન પેટ પકડીને શાળામાં દોડ્યો હતો, જ્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું.આ બનાવ બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ શાળામાં ઘૂસીને તોડફોડ મચાવી.

પાર્કિંગમાં ઉભેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરોને પણ નુકસાન પહોંચાડાયું. સ્ટાફ પર પણ હુમલો કરવામાં આવ્યો અને શાળાની મિલકતને ભારે નુકસાન થયું.પોલીસે આરોપી કિશોર, જે શાહઆલમનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, તેને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.સ્કૂલ બહાર 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. જો કે પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો.

Previous Article

ગુજરાતમાં બરાબરનો જામ્યો વરસાદી માહોલ! અંબાલાલ-પરેશ ગોસ્વામીની આગાહી- મેઘરાજા આ જિલ્લામાં ભૂક્કા કાઢી નાંખશે

Next Article

દિલ્હીના CM રેખા ગુપ્તા પર કોણે હુમલો કર્યો ? તસવીર આવી સામે...ડોગ લવર છે ગુજરાતનો રહેવાસી આરોપી

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!