ગુજરાતમાં બરાબરનો જામ્યો વરસાદી માહોલ! અંબાલાલ-પરેશ ગોસ્વામીની આગાહી- મેઘરાજા આ જિલ્લામાં ભૂક્કા કાઢી નાંખશે

ગુજરાતમાં વરસાદી વાતાવરણ સંપૂર્ણ સ્થાપિત થયું છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ૨૦ ઓગસ્ટે વરસાદનું જોર વધશે. સૂર્ય કર્ક રાશિમાં આવતાં મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ૨૦ તારીખે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલમાં ભારે વરસાદ થશે.

બંગાળની ખાડીમાં આગામી ૧૫ દિવસમાં ચાર નીચા દબાણની પ્રણાલીઓ બનવાની શક્યતા છે. આ સિસ્ટમોમાંથી બે ખૂબ મજબૂત હશે. સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારોમાં આગામી ચાર દિવસમાં અતિભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં મેઘરાજા જોરશોરથી ગરજશે. જામનગર, દ્વારકા-પોરબંદરમાં વરસાદ થશે. રાજ્યમાં સતત વરસાદની આગાહી છે. મોટાભાગના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.હાલ ચાર સિસ્ટમ સક્રિય છે અને પાંચમી સિસ્ટમ સક્રિય થશે. ૨૦ ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદ થશે.

૨૩-૨૫ ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે. પર્યુષણ અને ગણેશ ચતુર્થી દરમિયાન ભારે વરસાદ થશે. ૧૫ દિવસનો વરસાદ ખેડૂતો માટે ‘સોના સમાન’ છે, પરંતુ ૨૯-૩ુ ઓગસ્ટનો વરસાદ પાક માટે સારો નહીં હોય.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. બંગાળની ખાડીની સિસ્ટમ મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને મજબૂત બનશે. ૨૨ ઓગસ્ટે ગુજરાતમાં સર્વત્ર વરસાદ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ૫-૧૦ ઇંચ, ઉત્તર-મધ્ય ગુજરાતમાં ૩-૬ ઇંચ વરસાદ થશે. સપ્ટેમ્બરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!