અમદાવાદમાં 19 ઓગસ્ટે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8 ના એક વિદ્યાર્થીએ ધોરણ 10 ના એક વિદ્યાર્થીની હત્યા કરી નાખી. સામાન્ય ધક્કા-મુક્કીની ઘટનાને કારણે અંગત અદાવત રાખી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો અને તેને કારણે ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું. આ ઘટના પછી ગુસ્સે ભરાયેલા લોકોએ મોટી સંખ્યામાં શાળાએ આવી તોડફોડની ઘટના અંજામ આપ્યો હતો.

ટોળું શાળામાં ઘૂસ્યું અને જે સામે મળ્યું તેને માર માર્યો. આ ઉપરાંત પાર્કિંગમાં પડેલી બસો, તેમજ ગાડીઓ અને ટુ-વ્હીલરમાં પણ ભારે તોડફોડ મચાવી. એક સ્ટાફની તો બોચી પકડી ઉપરના માળે પણ લઇ ગયા. શાળાની મિલકતને પણ ઘણુ નુકશાન પહોંચાડ્યુ. પ્રાપ્ત જાણકારી અનુસાર, ધોરણ 8 અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ વચ્ચે સીડી પર ધક્કો વાગવાને લઈને થોડા દિવસો પહેલા તકરાર થઈ હતી અને આ અદાવતને કારણે ધોરણ 8 ના એક વિદ્યાર્થીએ ધોરણ 9 અને 10 ના અન્ય વિદ્યાર્થીઓને સાથે રાખી નયન નામના વિદ્યાર્થી પર છરી વડે શાળાની બહાર હુમલો કર્યો.

આ પછી નયન પેટ પકડીને શાળામાં આવ્યો અને તેને તાત્કાલિક રિક્ષામાં બેસાડીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જો રે સારવાર દરમિયાન તેનું મોત થયુ. આરોપી કિશોર શાહઆલમનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે, જેની ખોખરા પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.આ ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
