તિરુમાલા તિરુપતિ મંદિરને એક ભક્તે 140 કરોડ રુપિયાનું 121 કિલો સોનું દાન આપ્યું છે. તિરુપતિ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે ધનનું દાન આપી રહ્યા છે. અંબાણી જેવા મોટા ઉદ્યોગપતિઓ સોના અને હીરાના ઘરેણાં દાન કરી રહ્યા છે. આવામાં બધાને આશ્ચર્યચકિત કરતા એક ભક્તે 121 કિલો સોનાનું દાન કર્યું છે, જેની કિંમત 140 કરોડ રુપિયા કહેવાઈ રહી છે. આ માહિતી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ સોશિયલ મીડિયા પર વહેંચી છે.

આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લાના મંગલાગિરીમાં ગરીબી નાબૂદી પ્રોજેક્ટ સંબંધિત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીએમ નાયડુ પણ સામેલ થયા હતા.આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને ભાષણ આપ્યું. તેમણે જણાવ્યું કે એક ભક્તે તિરુપતિથી પોતાનો ધંધો શરૂ કરવા માટે પ્રાર્થના કરી હતી. તેણે વ્યવસાય શરૂ કર્યો અને તેમાં સફળતા મેળવી. તેણે પોતાની કંપનીના શેર વેચીને 6,000થી 7,000 કરોડ રુપિયાનો નફો પણ કમાવ્યો.વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ મંદિર આંધ્ર પ્રદેશ રાજ્યમાં સ્થિત છે.

આ મંદિરમાં ગરીબથી લઈને વિશ્વભરના વેપારીઓ દરરોજ આવે છે. હજારો ભક્તો દરરોજ મંદિરમાં આ આશાએ આવે છે કે તિરુપતિ જવાથી તેમને આશીર્વાદ મળશે. ભક્તો દર્શન માટે કલાકો રાહ જુએ છે. આંધ્ર પ્રદેશ રાજ્ય સરકાર અને તિરુપતિ દેવસ્થાનમ મળીને ભક્તોને જરૂરી પરિવહન સુવિધાઓથી લઈને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે.શ્રી વેંકટેશ્વર સ્વામીએ તેમને તે ધન આપ્યું હતું. ભક્તે મંદિરને 121 કિલો સોનાનું દાન કર્યું છે. તેમણે કહ્યું કે હાલમાં મંદિરની મૂર્તિને દરરોજ 120 કિલો સોનાના આભૂષણોથી સજાવવામાં આવે છે.

આ જાણીને, ભક્તે કહ્યું છે કે તે 140 કરોડ રુપિયાની કિંમતનું 121 કિલો સોનું દાન કરશે.આ પહેલાં, મે 2025માં ઉદ્યોગપતિ સંજીવ ગોયન્કાએ 3.63 કરોડ રુપિયાની કિંમતનો હીરા જડિત સોનાનો હાર દાન કર્યો હતો. જુલાઈ 2025માં ચેન્નાઈ સ્થિત સુદર્શન એન્ટરપ્રાઈઝેસે 2.4 કરોડ રુપિયાની કિંમતનું 2.5 કિલો સોનું દાન કર્યું હતું. ત્યારે નિવૃત્ત આઈઆરએસ અધિકારી વાયવીએસએસ ભાસ્કર રાવે જાન્યુઆરી 2025માં મંદિર ટ્રસ્ટને 3.66 કરોડ રુપિયાની સંપત્તિ સોંપી હતી.
