ફાટક બંધ જોઇ જાગ્યો વ્યક્તિના અંદરનો ‘બાહુબલી’ ! ખભા પર ઉઠાવી 100 કિલોની બાઇક અને પાર કર્યુ રેલવે ક્રોસિંગ

ફાટક હતો બંધ…બાહુબલીની જેમ વ્યક્તિએ ખભા પર ઉઠાવી 100 કિલોની બાઇક અને આરામથી પાર કરવા લાગ્યો રેલવે ટ્રેક- વીડિયો જોઇ ચોંક્યા લોકો

રેલવે ક્રોસિંગ પર ટ્રેન આવવાના કેટલાક સમય પહેલા ફાટક બંધ કરી દેવામાં આવે છે. જેથી ટ્રેન રેલવે ટ્રેકને પાર કરતી વખતે કોઈ પણ રાહદારી ફાટકની નજીક ન આવે. લાલ લાઇટ થતાંની સાથે જ તમામ ફાટક બંધ કરી દેવામાં આવે છે, જેથી કોઈ પણ ટ્રેન આવતી વખતે ઉતાવળ ન કરે. પરંતુ કેટલાક લોકોમાં ધીરજ નથી હોતી.

એક વ્યક્તિએ તો હદ કરી નાખી. રેલવે ફાટક બંધ થતાં તેણે પોતાની બાઇકને ખભા પર ઉઠાવીને ટાંગી લીધી અને ફાટક પાર કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં એક વ્યક્તિને રેલવે ક્રોસિંગ પર વાહનના રોકાવાની રાહ જોવાને બદલે, પોતાની બાઇકને પોતાના ખભા પર ઉઠાવીને બીજી બાજુ જતો જોવા મળ્યો. આ અસાધારણ અને અનોખું દૃશ્ય ઇન્ટરનેટ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. ઘણા લોકો તેને ‘બાહુબલી’ કહી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેની ટીકા કરી રહ્યા છે.

વ્યક્તિ એટલો શક્તિશાળી દેખાઈ રહ્યો છે કે તે 100 કિલોથી વધુ વજન ધરાવતી બાઇકને પોતાના ખભા પર સહેલાઈથી ઉઠાવી રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે, આ વાતની પુષ્ટિ હજુ થઈ નથી. પરંતુ જોવામાં આ કોઈ ગ્રામીણ વિસ્તાર લાગે છે. ત્યાં જ રેલવે ક્રોસિંગ પર રસ્તાની બંને બાજુએ લોકો રાહ જોઈ રહ્યા છે.

વાઇરલ વીડિયોને એક્સ પર @Kapil_Jyani_ નામના પેજે શેર કર્યો છે, જે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો પર લોકોએ ઘણી કમેન્ટ કરી છે. એક યુઝરે મજાકમાં લખ્યું, ‘રેલવે ક્રોસિંગની એવી કી તેવી! અમે જ્યાં ઊભા હોઈએ છીએ, લાઇન ત્યાંથી જ શરૂ થાય છે.’ બીજાએ લખ્યું, ‘આ તો જમીંદાર લાગે છે, જમીનથી જ તાકાત આવી રહી છે.’ એક અન્ય યુઝરે કહ્યું, ‘લાગે છે ભાઈ બાહુબલી જોઈને આવ્યો હતો.’

Shah Jina
error: Unable To Copy Protected Content!