નાનકડા દીકરાને કૃષ્ણ બનાવી ચાલુ બાઇકે બનાવી રિલ, આ વીડિયો તમે જોયો ?

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલુ બાઇકે એક પિતા પોતાના બાળકને નબાલ ગોપાલ બનાવીને જઇ રહ્યા છે અને સાથે રિલ પણ બનાવી રહ્યા છે.આ ક્યુટ વીડિયો તન્મય રાજલે દ્વારા શેર કર્યો હતો જેના 88 મિલિયનથી વધુ વ્યુઝ છે.

આ વીડિયો વાયરલ તો થઇ રહ્યો છે પણ લોકો પિતા પર ગુસ્સે ભરાયા છે. લોકોનું કહેવું છે કે  આ રીતે રિલ બનાવવી બાળકના અને પોતાના જીવ સાથે રમત રમવા જેવું છે. એક યુઝરે લખ્યું કે આ ખૂબ જ ખતરનાક છે. જો તમે તમારા બાળકના જીવન સાથે રમત રમી રહ્યા છો…જ્યારે બીજા એક યુઝરે કહ્યું કે આવનારી likes અને views માટે આવનારી પેઢીના જીવનને જોખમમાં ન નાંખો.

કરોડોથી વધારે વ્યુઝ મેળવેલી આ રિલ પર લોકોને ગુસ્સો આવી રહ્યો છે કારણકે ફક્ત વ્યુઝ માટે કોઈપણ સેફ્ટી વગર રિલ બનાવવામાં આવે છે અને લોકોના જીવને જોખમમાં મુકવામાં આવે છે.  તમે પણ અમને જણાવી શકો છો કે આવી રીતે રિલ બનાવવી યોગ્ય છે?

 

View this post on Instagram

 

A post shared by bhaiya ❤️ (@tanmay_rajale_07)

POOJA PARMAR
error: Unable To Copy Protected Content!