તારક મહેતાના ફેમ ભીડે માસ્ટર એક નહીં પણ 3 દીકરીઓના છે પિતા, જાણો કઈ રીતે

17 વર્ષથી લોકોનું દિલ જીતી રહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં આવતા ભીડે માસ્ટરને એક નહીં પણ 3 દીકરીઓ છે. 2008 માં શરૂ થયેલા આ શોએ લોકચાહનાની વ્યાખ્યા જ બદલી નાખી છે. આ શોના બધા જ કલાકારોને નાના બાળકોથી લઇને મોટી ઉંમરના દાદા-દાદી પણ ઓળખે છે. જેમાં ભીડે માસ્ટર એટલે અભિનેતા મંદાર ચાંદવાડકર. તેમની આ વાત તમે કદાચ નહીં જાણતા હોવ ..


શોમાં બતાવવામાં આવ્યું છે કે ભીડે માસ્ટર અને તેમની પત્ની માધવીને એક પુત્રી છે. જોકે, વાર્તામાં તેમને એક નહીં પણ ત્રણ પુત્રીઓ છે. આ શો પ્રખ્યાત ગુજરાતી લેખક તારક મહેતાના પુસ્તક ‘દુનિયા ને ઊંધા ચશ્મા’ પર આધારિત છે. જે ચિત્રલેખા નામના સાપ્તાહિક મેગેઝિનમાં ‘દુનિયા ને ઊંધા ચશ્મા’ નામનો કોલમ લખતા. આ કોલમની વાર્તામાં ભીડે માસ્ટરને ત્રણ પુત્રીઓ છે.

ટપ્પુ એટલે કે ભવ્ય ગાંધીએ એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “તારક દાદાએ ચિત્રલેખા મેગેઝિન માટે 36 વર્ષ સુધી કોલમ લખી હતી. તેમનો લેખ આ મેગેઝિનમાં છેલ્લા પાનાના ત્રીજા કે ચોથા પાના પર આવતો હતો. ભીડે માસ્ટરને તેમાં ત્રણ પુત્રીઓ છે. ભીડે માસ્ટરની બીજી પુત્રી ટપ્પુ સાથે જોડાયેલી છે. તેથી તે જોડાણ સિરિયલમાં પણ રાખવામાં આવ્યું હતું.

 

Previous Article

ગોવિંદાનું નામ રાની મુખર્જીથી લઈને આ 5 એક્ટ્રેસ સાથે જોડાયુ નામ...એક સાથે તો લગ્ન બાદ થઇ હતી અફેરની ચર્ચા

Next Article

સુહાના ખાનના અવતારે ઉડાવી ચાહકોની ઊંઘ, કોઇએ કહ્યુ- મિયા ખલીફા તો કોઇએ કહ્યુ- અપ્સરા...

error: Protected Content!