મિત્રો સાથે રીલ શૂટ કરી રહ્યો હતો યૂટયૂબર, અચાનક આવ્યુ તેજ પાણી અને એક ઝટકામાં વહી ગયો…કેમેરામાં રેકોર્ડ થયુ બધુ જ

રીલ બનાવતા સમયે યુવક ઝરણામાં વહી ગયો, તેજ ધારમાં ઊભો હતો…અચાનક પાણી વધ્યુ અને મિત્રો બૂમો પાડતા રહી ગયા

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ કે વીડિયો બનાવવા શું-શું નથી કરતા. અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યારે લોકો પોતાની જાન જોખમમાં મૂકીને રીલ્સ અને વીડિયો બનાવે છે. હમણાં જ કેટલાક દિવસો પહેલાં ઓડિશાના એક બાળકે રીલ બનાવવા માટે જે કર્યું, તેણે દરેકના રૂંવાડા ઊભા કર્યા હતા. આ બાળક રેલ પાટા પર સૂઇ ગયો અને તેના ઉપરથી ટ્રેન પસાર થઈ.

હવે ઓડિશામાં આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુટ્યુબર વીડિયો બનાવવા માટે ધોધમાં ઉતર્યો અને શૂટિંગ દરમિયાન તે તેજ પ્રવાહમાં વહી ગયો. આ દુઃખદ ઘટના ઓડિશાના કોરાપુટ જિલ્લાની છે. અહીં ડુડુમા ધોધ પર રીલ શૂટ કરવા પહોંચેલો 22 વર્ષીય સાગર ટુડુ કે જે યુટ્યુબર હતો અને ગંજામ જિલ્લાના બેરહામપુરનો રહેવાસી હતો.

તે પોતાના મિત્ર સાથે ધોધ પર પહોંચ્યો હતો. તે પોતાના યુટ્યુબ ચેનલ માટે ટુરિસ્ટ પ્લેસનો વીડિયો-રીલ શૂટ કરી રહ્યો હતો. ધોધનો ડ્રોન શોટ લેવા માટે સેટઅપ પણ લગાવ્યું. આ પછી સાગર પાણીમાં ઉતર્યો. સાગર મોટા પથ્થર પર ઊભો હતો, તે જ વખતે ધોધનો પ્રવાહ તેજ થયો. આ વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે માચકુંડા ડેમ ઓથોરિટીએ અહીં પાણી છોડ્યું હતું. આનું અલર્ટ પણ બહાર પાડ્યું હતું.

પ્રવાહ તેજ થવાના કારણે સાગર ત્યાં ફસાઈ ગયો.કિનારે ઊભેલા સાગરના મિત્ર અને અન્ય લોકો તેને બચાવવા માટે દોરડા લઈને પહોંચ્યા, પરંતુ ત્યાં સુધીમાં તેજ પ્રવાહમાં સાગર વહી ગયો. આ આખી ઘટના મોબાઇલ વીડિયોમાં રેકોર્ડ થઈ. કેટલીક સેકન્ડો પછી જ સાગર પાણીમાં ગાયબ થઈ ગયો.માચકુંડા પોલીસે જણાવ્યું કે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સાગરની શોધમાં જોડાયેલી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!