‘તમે કપડા ઉતારો, બેજિજક….’, જ્યારે કાસ્ટિંગ કાઉચનો શિકાર થતા માંડ-માંડ બચી જોની લીવરની દીકરી- પોતે સંભળાવી આપવીતી

ફિલ્મોમાં મોટું નામ કમાવવાનું સ્વપ્ન જોનારાઓને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. ઘણા એક્ટર્સે પોતાના અનુભવો શેર કર્યા છે, જેમાં તેમણે તેમના પર થયેલા શોષણ વિશે જણાવ્યું છે. જોની લીવરની પુત્રી જેમી લીવર સાથે પણ આવું જ કંઈક બન્યું હતું. તેણે જણાવ્યું કે એક વખત ઇન્ટરનેશનલ ફિલ્મ ઓફર કરવાના બહાને તેને વીડિયો કોલ પર કપડાં ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. જેમીએ કહ્યું કે તે ખૂબ જ ડરી ગઈ હતી, કારણ કે તેની સાથે આવું ક્યારેય બન્યું નથી.

ઝૂમને આપેલા ઇન્ટરવ્યુમાં, જેમીએ તે ખરાબ અનુભવ વિશે વાત કરી. તેણે કહ્યું કે તેના પિતા આ ઇન્ડસ્ટ્રીના છે, આ તેના માટે એક મોટો આશીર્વાદ છે. નહિંતર, તેણે બોલિવૂડમાં પણ કાસ્ટિંગ કાઉચની ઘણી સ્ટોરી સાંભળી છે. તેણે કહ્યું કે તેની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં તેના પાસે કોઈ મેનેજર નહોતા અને તે બધું જાતે જ મેનેજ કરતી. તેની કોન્ટેક્ટ ડિટેઇલ્સ કાસ્ટિંગ એજન્ટો પાસે હતી, એટલે એકવાર તેને કોઈ એવા વ્યક્તિનો ફોન આવ્યો જે ઇન્ટરનેશનલ ફિલ્મ માટે કાસ્ટિંગ કરવાનો ડોળ કરી રહ્યો હતો.

જેમીએ કહ્યું, “તેણે પૂછ્યું કે શું હું ઓડિશન આપવા માંગુ છું. આવી તકો અમારા માટે મોટી વાત છે, તેથી મેં તરત જ હા પાડી દીધી.” જેમીને કહેવામાં આવ્યું હતું કે ઓડિશન વિડીયો કોલ દ્વારા યોજાશે અને તે દિગ્દર્શક સાથે વાત કરશે. થોડી વાર પછી, તેને મીટિંગ માટે એક લિંક મળી, જેમીએ લિંક પર ક્લિક કર્યું કે તરત જ તેનો વિડીયો એક્ટિવ થઈ ગયો, પરંતુ બીજી બાજુની વ્યક્તિએ દાવો કર્યો કે તેઓ ટ્રાન્ઝિટમાં છે અને એટલે તેઓ તેમનો વિડીયો ચાલુ કરી શકતા નથી.

દિગ્દર્શક હોવાનો ડોળ કરતી વ્યક્તિએ કહ્યું, ‘હું ટ્રાન્ઝિટમાં છું તેથી હું મારો વિડીયો ચાલુ કરી શકતો નથી, પરંતુ આ એક ઇન્ટરનેશનલ ફિલ્મ છે જેના માટે અમે કાસ્ટ કરી રહ્યા છીએ અને તમે આ ભૂમિકા માટે યોગ્ય છો. જેમીએ કહ્યું. “પણ કેટલીક બાબતો એવી છે જે આપણે ચકાસવા માંગીએ છીએ. જેમીને કહેવામાં આવ્યું કે તે બોલ્ડ રોલ માટે ઓડિશન આપી રહી છે અને તે કોમેડી રોલ નહીં હોય. જ્યારે તેણે પૂછ્યું કે તેને શું કરવાનું છે, ત્યારે બીજી બાજુની વ્યક્તિએ તેને એક સીન બનાવવા કહ્યું જ્યાં તેણે એક વૃદ્ધ પુરુષને લલચાવવાનો હોય અને આ માટે તેને તેના કપડાં ઉતારવાનું પણ કહેવામાં આવ્યું.

તે વિચિત્ર અનુભવ શેર કરતા જેમીએ કહ્યું, “તેણે કહ્યું કે કલ્પના કરો કે તમારી સામે એક 50 વર્ષનો માણસ છે અને તમે તેને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, અને પછી એક ઇંટીમેટ સીન છે. મેં કહ્યું, હું આમાં કંફર્ટેબલ નથી. જ્યારે કોઈ સ્ક્રિપ્ટ હોય, ત્યારે હું તેને અનુસરીશ. તેણે કહ્યું, ‘કોઈ સ્ક્રિપ્ટ નથી, તેથી જો તમે તમારા કપડાં ઉતારવા માંગતા હો અથવા જો તમે કંઈક કહેવા માંગતા હો અથવા જો તમે બીજું કંઈક કરવા માંગતા હો, તો બેજિજક કરી શકો છો.’ જેમીએ કપડાં ઉતારવા વિશે સાંભળ્યું કે તરત જ તે ચોંકી ગઈ. મેં કહ્યુ- કપડાં ઉતારો ? કોઈએ મને તેના વિશે કહ્યું નહીં. હું આ કરવામાં કંફર્ટેબલ નથી.’ તેણે કહ્યું, પણ આ એક ખૂબ મોટો પ્રોજેક્ટ છે અને અમે ખરેખર તમને કાસ્ટ કરવા માંગીએ છીએ, આ તમારા માટે એક મોટી તક છે.’

મેં કહ્યું- ‘પણ સર, જો તમે આ વીડિયો કોલ પર મારા કપડાં ઉતારવાની અપેક્ષા રાખતા હો તો હું આ કરવામાં આરામદાયક નથી અને મને તેના વિશે કહેવામાં પણ આવ્યું ન હતું.’ પછી મેં કહ્યું, ‘મને હમણાં તમારી સાથે વાત કરવામાં પણ કંફર્ટેબલ લાગતું નથી.’ અને પછી જેમીએ ઝડપથી વીડિયો બંધ કરી દીધો.’ જેમીએ કહ્યું કે તરત જ તેણે ફોન કાપી નાખ્યો, તેને ખ્યાલ આવ્યો કે આ એક મોટું કૌભાંડ હોઈ શકે છે. જેમીએ કહ્યું કે સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તે જોની લીવરની પુત્રી છે તે જાણવા છતાં તે વ્યક્તિએ તેને ફસાવવાનો પ્રયાસ કર્યો.

Shah Jina
error: Unable To Copy Protected Content!