‘બચુની બેનપણી’ રિવ્યુ: ‘મફતનું ના ખાઉં તો મારી બેન મરે…’ આખા અઠવાડિયાનો થાક ઉતારતી અને હસી હસીને બઠ્ઠા વાળી નાખે એવી ફિલ્મ

“જિંદગી જીવવી શીખવી પડે છે, મરવા માટે બધાં તૈયાર જ હોય છે” આ ડાયલોગ સાંભળીને કદાચ તમે થોડી ક્ષણ માટે થંભી જશો. બચુની બેનપણી એવી જ ફિલ્મ છે, જે તમને ક્યારેક ખડખડાટ હસાવશે, ક્યારેક મનમાં ચુપચાપ એક ઘા મૂકી જશે અને ક્યારેક એવી વાતો શીખવી જશે જે કદાચ મોટા થઈ ગયા પછી આપણે ભૂલી ગયા છીએ.

ફિલ્મની કહાની એવી છે કે બચુ બાપોદરા (સિદ્ધાર્થ રાંદેરિયા) મરવાના ભયમાં જીવે છે. બચુ બાપોદરા એટલે બીમારીઓના ભય, કંજૂસાઈના કવચ અને “મફત મળે તો જીવવાનું કારણ મળી જાય” જેવા મંત્ર સાથે જીવતો માણસ. આ પાત્ર આપણને અજાણતું નથી, કેમ કે આપણા આસપાસ પણ કોઈ “બચુભાઈ” તો હશે જ, જે ડૉક્ટર કરતાં ગૂગલના રિપોર્ટમાં વધારે વિશ્વાસ રાખે છે !

પણ, જ્યારે તેની જિંદગીમાં સુમન ગૌરી નાગર (રત્ના પાઠક શાહ) આવે છે, ત્યારે કહાનીનો ગ્રાફ જ બદલાઈ જાય છે. રત્નાબેન જાણે ફિલ્મમાં એ ટ્રિગર છે, જે બચુભાઈને જીવવાનું શીખવે છે. બેંગકોકના કલરફુલ વિઝ્યુઅલ્સ, એડ્વેન્ચર એક્ટિવિટી, બીચ અને અજાણ્યાં લોકોનો સાથ – બધું મળીને બચુને મોતના ડરથી જીવનની મજા સુધી પહોંચાડે છે.

ફિલ્મ જોતા-જોતાં તમને ચાલ જીવી લઈએની યાદ આવી જશે, પણ આ વખતે પાત્રો બદલાઈ ગયા છે. જ્યાં પહેલા બાપે દીકરાને જીવવાનું શીખવ્યું, ત્યાં હવે દીકરો અને અજાણી સ્ત્રી મળીને બાપને જીવવાનું શીખવે છે. આ રિવર્સ નૅરેટિવ ફિલ્મને ખાસ બનાવે છે.

  • સિદ્ધાર્થ રાંદેરિયાની કૉમિક ટાઈમિંગ એટલે મનોરંજનનો પાક્કો ડોઝ. પણ અહીં તેઓએ માત્ર હસાવ્યા નથી, હૃદયને પણ સ્પર્શી ગયાં છે.
  • રત્ના પાઠક શાહ – એક સ્ટાઇલિશ, કૂલ, સ્માર્ટ ગુજરાતણ ! તેમનું સ્ક્રીન પર આવવું એટલે ફિલ્મનું લેવલ ચેન્જ.
  • દેવર્ષિ શાહનું પંજાબી ટચ, યુક્તિ રાંદેરિયાનું ફ્રેશ પ્રેઝન્સ અને સપોર્ટિંગ કાસ્ટ – બધું મળીને ફિલ્મને બૅલન્સ આપે છે.
  • જાનવી ચૌહાણ, પ્રિન્સ લિંબાડિયા અને ગોપી દેસાઈને જે પ્રમાણે સ્ક્રીનટાઈમ આપવામાં આવ્યો છે તેમાં તેમણે પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો છે.

પ્રતીક પરમારની સિનેમેટોગ્રાફી ફિલ્મની આત્મા છે. બેંગકોકને ગુજરાતીઓ માટે “ફેમિલી ડેસ્ટિનેશન” બનાવી દે તેવો દૃશ્ય અનુભવ.
ફિલ્મના ગીતો સરસ છે, કહાની સાથે આગળ વધે છે, વિઝ્યુઅલી પણ ખુશનુમા છે. દેવર્ષીના ડાન્સ મૂવ્ઝ પણ જબરદસ્ત છે.

ફિલ્મનો પ્લસ પૉઈન્ટ્સ છે- સિદ્ધાર્થ રાંદેરિયાના વન લાઈનર અને કૉમિક સીન્સ અને રત્ના પાઠકની જોરદાર એક્ટિંગ…ફિલ્મની સ્ટોરીમાં બચુની કહાનીની સમાંતર ચાલતી વિકી અને જસ્સીની લવસ્ટોરી, બૅંગકોક પટાયામાં લોકેશનની પસંદગી, સુંદર બીચ, ત્યાંની લોકલ સંસ્કૃતિ, સ્પૉર્ટ્સ એડ્વેન્ચર તમારું આકર્ષણ બની શકે છે.

Previous Article

16 વર્ષની ઉંમરે જ જુડવા બાળકોની માતા બની આ છોકરી, હવે જીવી રહી છે આલીશાન જિંદગી- પતિ સાથે મળી કરે છે અઢળક કમાણી

Next Article

પિંક મીની સ્કર્ટ અને ક્રોપ ટોપમાં મોનાલિસાએ કર્યો ડાંસ, મૂવ્સ જોઇ ક્રેઝી થયા ફેન્સ....જુઓ વીડિયો

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨
error: Unable To Copy Protected Content!