16 વર્ષની ઉંમરે જ જુડવા બાળકોની માતા બની આ છોકરી, હવે જીવી રહી છે આલીશાન જિંદગી- પતિ સાથે મળી કરે છે અઢળક કમાણી

આપણામાંના કેટલાક લોકો માને છે કે ઓછી ઉંમરે માતા બનવું એક પડકાર હોઈ શકે છે. પરંતુ અમેરિકાની એક 19 વર્ષની છોકરીએ આ ગેરસમજને તોડી નાખી છે. 16 વર્ષની ઉંમરે જોડિયા બાળકોની માતા બનેલી કરીના પાડિલા હવે સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ છે. કેટલાક લોકોએ આ છોકરીની સ્થિતિને દુઃખદ અને પીડાદાયક ગણાવી. કેટલાકે એ પણ કહ્યું કે કરીનાને ભવિષ્યમાં આર્થિક તંગીનો સામનો કરવો પડશે.

છતાં ત્રણ વર્ષ બાદ પણ કરીના પોતાના પતિ અને જુડવા દીકરીઓ સાથે અત્યંત આલીશાન જિંદગી જીવી રહી છે. આ યુવતી ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની જિંદગી અને આત્મવિશ્વાસ વિશે વાતો શેયર કરતી રહે છે. કરીનાના પતિ લેન્ડસ્કેપિંગ કંપની ચલાવે છે. સોશિયલ મીડિયા પર પાંચ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી કરીના ખાસ્સી એવી કમાણી કરે છે.

કરીના ઘણીવાર પોતાના બાળકો અને કુકિંગ વીડિયો શેયર કરતી રહે છે. તાજેતરમાં તેણે પોતાની જિંદગીમાં આવેલી મુશ્કેલીઓ વિશે વાત કરી હતી. કરીનાએ જણાવ્યું કે 16 વર્ષની ઉંમરે તે માત્ર માતા જ નહોતી બની પરંતુ તેના લગ્ન પણ થઇ ગયા હતા. કરીનાએ તાજેતરમાં ટિકટોક પર એક વીડિયો શેર કર્યો જેમાં તે પરિવાર સાથે ખાવાનું બનાવી રહી હતી. આ વીડિયોમાં તેણે ખુલાસો કર્યો કે હું ૧૯ વર્ષની છું અને મારી ૩ વર્ષની જોડિયા દીકરીઓ છે. હું ૧૬ વર્ષની ઉંમરે માતા બની ગઈ હતી અને ત્યારથી પોતાના પરિવાર માટે ખાવાનું બનાવી રહી છું.

જો કે ઘણા લોકો આ મામલે પોતાની પ્રતિક્રિયા આપવા લાગ્યા. પણ લોકોની વાતોથી કરીનાને કોઈ ફરક પડતો નથી, કારણ કે તેની યંગ પ્રેગ્નેંસી જ તેની કમાણીનું સાધન બની. તે સોશિયલ મીડિયા પર પોતાની લાઇફસ્ટાઇલથી સંબંધિત વીડિયો શેયર કરતી રહે છે. તેણે કહ્યું કે તેની આવક એટલી વધુ છે કે તેને કોઈ નોકરી કરવાની જરૂર પડતી નથી.

Shah Jina
error: Unable To Copy Protected Content!