ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશ સોનીની અપકમિંગ ફિલ્મ ‘ચણિયા ટોળી’નું થોડા સમય પહેલા જ ટીઝર રિલીઝ થયું હતું અને ત્યારથી ફેન્સ આ ફિલ્મના ટ્રેલર રીલિઝ થવાની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે હવે આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થઇ ગયુ છે અને એ પણ મધરાતે…જી હા, ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર મધરાતે કોઇ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયુ.

અમદાવાદમાં હજારો લોકોની સાક્ષીએ જીગરદાન ગઢવીની નવરાત્રિમાં સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ચણિયા ટોળીનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યુ. આ દરમિયાન યશ સોનીએ પોપટ ગીત પર હુક સ્ટેપ કર્યા. અમદાવાદમાં ચણિયા ટોળીની સ્ટારકાસ્ટે ધમાલ મચાવી દીધી હતી. ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ એક બેંક લૂંટ પર આધારિત ફિલ્મ છે.

આ ફિલ્મને જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જ્યારે આનંદ પંડિત અને વૈશલ શાહે આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. દિવાળી પર આ ફિલ્મ થિયેટરોમાં રીલિઝ થવાની છે. થોડા સમય પહેલા જ આ ફિલ્મનું એક ગીત રિલીઝ થયું, જેના બોલ છે ‘તને જોઈને દિલ મારુ ડોલે કે પોંજરામાં પોપટ બોલે’. આ ગીતમાં યશ સોની સાથે એક્ટ્રેસ જાનકી બોડિવાલા છે.

આ ગીત રાકેશ બારોટ અને જાહન્વી શ્રીમાંકરે ગાયું છે અને મનુ રબારી દ્વારા લખવામાં આવ્યું છે. જ્યારથી આ ગીત રિલીઝ થયું છે ત્યારથી ચર્ચામાં છે. ચણિયાચોળી ફિલ્મનું આ ગીત રિલીઝ થયું ત્યારથી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

આ ગીતમાં જાનકી બોડીવાલાના ડાન્સના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. ઘણા સમય બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારનું આઈટમ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. જે દર્શકોને પણ ઘણું પસંદ આવ્યું છે.
View this post on Instagram
