ગોવિંદા બોલીવુડના સુપરસ્ટાર છે, જેમને માત્ર અભિનય જ નહીં પણ નૃત્ય માટે પણ ઓળખવામાં આવે છે. તેમણે હીરો નંબર 1, કુલી નંબર વન, ‘પાર્ટનર’, ‘હદ કર દી આપને’ રાજા બાબુ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું અને ધૂમ મચાવી. આ સાથે જ તેમની જોડી કરિશ્મા કપૂરથી લઈને રવીના ટંડન સાથે ખૂબ જ ચર્ચામાં રહી. પરંતુ કેટલીક અભિનેત્રીઓ સાથે ગોવિંદાના અફેરની પણ ખૂબ અફવાઓ ફેલાઈ. આમાંથી જ 5 અભિનેત્રીઓ એવી છે, જેમની સાથે તેમના અફેરની ચર્ચાએ ચાહકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા.

નીલમ કોઠારી
એક સમય એવો હતો જ્યારે ગોવિંદા, નીલમના પ્રેમમાં દીવાના થઈ ગયા હતા. તેમની સાથે લગ્ન કરવા માટે ગોવિંદાએ પોતાની સગાઈ સુધ્ધાં તોડી નાખી હતી પણ પછી બંનેના લગ્ન થયા નહીં અને ગોવિંદાએ પત્ની સુનીતાને પોતાનો જીવનસાથી પસંદ કર્યો.

દિવ્યા ભારતી
ગોવિંદાને દિવ્યા ભારતી ખૂબ જ પસંદ હતી. આ સમયે એક મેગેઝિનમાં બંનેના અફેરની વાત પણ છપાઈ હતી.

રાની મુખર્જી
વર્ષ 2000માં શૂટિંગ દરમિયાન રાની મુખર્જી અને ગોવિંદા નજીક આવ્યા. પરંતુ વધુ સમય આ પ્રેમ ચાલ્યો નહીં કારણ કે સુપરસ્ટારની પત્ની સુનીતાને આ વિશે ખબર પડી ગઈ હતી. આ પછી બંનેનો સંબંધ તૂટી ગયો.

રવીના ટંડન
ગોવિંદાના અફેરની ચર્ચા રવીના ટંડન સાથે પણ થતી હતી. પરંતુ આ સંબંધ વધુ સમય સુધી ચાલ્યો નહીં.

માધુરી દીક્ષિત
ગોવિંદાને માધુરી દીક્ષિત ખૂબ જ પસંદ હતી, જેમની સાથે અફેરની ચર્ચા તો થઈ. પરંતુ આ અફવા સાબિત થઈ.
જણાવી દઇએ કે, 1987માં ગોવિંદાએ ગર્લફ્રેન્ડ સુનીતા આહૂજા સાથે લગ્ન કર્યા. કપલના બે બાળકો ટીના અને યશવર્ધન આહૂજા છે, જેમણે અભિનયની દુનિયામાં હાથ અજમાવ્યો છે. પરંતુ ગોવિંદા જેવો સ્ટારડમ હાંસલ કરી શક્યા નથી.
