અમદાવાદમાં કાર ચાલક બન્યો બેફામ ! પુરપાટ ઝડપે કાર હંકારતા ઘુસાડી દીધી લગ્ન પ્રસંગમાં, 10 લોકોને લીધા અડફેટે

Ahmedabad Hit and Run Danilimda  : ગુજરાતની અંદર અકસ્માતની ઘણી ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી છે અને તેમાં પણ નબીરાઓ દ્વારા ખાસ કરીને અકસ્માત સર્જવામાં આવતા હોવાની ઘટનાઓનું પ્રમાણ પણ વધ્યું છે. હિટ એન્ડ રનની ઘટનાઓથી અમદાવાદીઓ પણ ચિંતા મુકાયા છે, ત્યારે એક પછી એક ઘટનાઓ બાદ હાલ એક ઘટના શહેરના દાણીલીમડા વિસ્તારમાંથી પણ એક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ કાર સીધી જ લગ્નપ્રસંગમાં ઘુસાડીને 10 લોકોને અડફેટમાં લીધા હતા.

આ ઘટના ગતરોજ રાત્રીના સમય બની હતી, જ્યાં એક બેફામ કાર ચાલકે બેફિકરાઈ ભરી કાર હંકારતા લોખંડવાલા ફ્લેટ નજીક ચાલતા એક લગ્ન પ્રસંગમાં ઘુસાડી દીધી હતી, અને ત્યાં હાજર 10 લોકોને પણ ડફેટમાં લીધા હતા. ઘટના બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યારે ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા. ત્યારે આ મામલે ઘટના સ્થળે પહોંચીને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. લગ્ન પ્રસંગની અંદર સૌ કોઈ આનંદ માણી રહ્યા હતા, ત્યારે જ બેફામ કાર ચાલકે કાર લગ્ન પ્રસંગમાં જ ઘુસાડી દેતા માહોલ ભયભીત કરનારો બની ગયો હતો. ખુશીના પ્રસંગમાં ડર પ્રસરી ગયો તો. ઘટનાના પગલે ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.

 

Niraj Patel