અમદાવાદના રસ્તા ઉપર સીન સપાટા કરવા નીકળેલી નબીરીઓના બાઈક ઉપર સ્ટન્ટથી મચી ગયો હડકંપ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કેવા કેવા તાયફા કરતા હોય છે એ આપણે જોયું છે, ઘણા લોકો લાઈક, ફોલોઅર્સ અને વિવ્સ વધારવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે, ફક્ત એટલું જ નહિ બાઈક અને કાર ઉપર સ્ટન્ટ કરતી વખતે તે પોતાની સાથે બીજાનો પણ જીવ જોખમમાં મુકતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં અમદાવાદનો એક એવો જ વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં બે યુવતીઓ ખુલ્લા હાથે બાઈક જવા દઈને સ્ટન્ટ કરતી જોવા મળી રહી છે.

સિંધુભવન રોડ પર ખુલ્લા હાથે બાઈક ચલાવતી યુવતીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયાના લગભગ ત્રણેક મહિના બાદ પોલીસ સમક્ષ આવ્યો હતો અને હાલ પોલિસે આ યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના સિંધુભવન રોડ પર અવારનવાર ઓવરસ્પીડ તથા સ્ટંટ કરતા યુવક-યુવતિઓના કિસ્સા સામે આવે છે.

યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અલગ અલગ રીતો અપનાવતા હોય છે. હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં એક યુવતી સિંધુભવન રોડ પર યામાહા કંપનીની સ્પોર્ટ્સ બાઈક ચલાવી રહી છે અને તેની પાછળ એક બીજી યુવતિ પણ બેઠી છે. તે થોડીવાર ઊભા થઇને તો થોડીવાર ખુલ્લા હાથે ડ્રાઈવ કરતી નજરે પડી રહી છે.

જો આ દરમિયાન યુવતિથી જરા પણ ચૂક થતી તો તેનો જીવ જઇ શકતો હતો અથવા તેને ગંભીર ઇજા પણ થઇ શકતી હતી. આ ઉપરાંત જો કોઈને  અડફેટે લીધો હોત તો તેનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો. આ સ્ટંટને કારણે આસપાસના અન્ય વાહનચાલકોનો પણ અકસ્માત સર્જાઇ શકતો હતો.

વીડિયો વાયરલ થયાના લગભગ ત્રણેક મહિના બાદ પોલીસના ધ્યાને આવતા આવતાં ટ્રાફિક એમ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી હતી. હાલ તો બાઇકની નંબર પ્લેટ પરથી બાઇક નીલકંઠ પટેલ નામની વ્યક્તિનું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે નીલકંઠની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે બાઇક કેશવી નામની યુવતી ચલાવી રહી હતી. જેથી પોલીસે કેશવી પાડલિયા નામની યુવતી સામે ગુનો નોંધ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by amazing amdavad (@amazing.amdavad_)

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રાતે 10 વાગ્યા બાદ એસજી હાઈવે, રિંગરોડ, સિંધુભવન રોડ પર જાણે રેસ લાગતી હોય તેવા ધુમાડા કરીને ગાડીઓ હંકારવામાં આવતી હોય છે. મોડીફાઈ સાઈલેન્સર લગાવવા પર પ્રતિબંધ હોવા છતા આ રોડ પર રાતે મોટા અવાજે ગાડીઓનો કાફલો પસાર થતો હોય છે.

Niraj Patel