અમદાવાદમાં ધોળા દિવસે યુવતિની રસ્તા પર ગંદી હરકતો, કહ્યુ- મારી હારે આવવું છે, મજા આવશે, પછી અચાનક પોલીસે….

‘આવવું છે મારી જોડે? મજા આવશે’, અમદાવાદમાં યુવતી સાથે ન થવાનું થયું- જાણો વિગત

રાજયમાંથી ઘણીવાર એવા કિસ્સા સામે આવતા હોય છે, જેમાં યુવતિની છેડતી કરવામાં આવતી હોય છે અને ઘણીવાર આવા યુવકો રસ્તા પર તે યુવતિ સાથે અભદ્ર વર્તન કરતા હોય છે અને અભદ્ર હરકત પણ કરતા હોય છે. પરંતુ હાલ જે કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, તે વિપરીત છે. આ ઘટનામાં રસ્તા પર આવતા જતા રાહદારીઓ અને માણસોને હાથ અને હોઠ વડે ઇશારા કરતી એક યુવતિને પોલિસે ઝડપી લીધી છે.

પ્રતિકાત્મક તસવીર

પોલિસકર્મીઓની નજર ત્યારે પડી જયારે તેઓ પેટ્રોલિંગમાં હતા. દિવ્યભાસ્કરનાા રીપોર્ટ અનુસાર, એક પોલિસ કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલ સાંજે લગભગ 4.30 વાગ્યા આસપાસ કાલુપુર રિલીફ રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે એક યુવતિ ઓરીએન્ટલ બિલ્ડીંગ સામે રાહદારીઓને કહી રહી હતી કે આવવુ છે મારી સાથે ? મજા આવશે. આવું કહી તે હોઠ અને હાથથી ઇશારા કરી રહી હતી.

પ્રતિકાત્મક તસવીર

આ છોકરી પર મહિલા કોન્સ્ટેબલની નજર પડતા જ તેમણે તેને પકડી લીધી. પોલિસે યુવતિની પૂછપરછ કરી હતી અને તે નારોલ ખાતે મજૂરી કામ કરતી હોવાનું તપાસમાં જાણવા મળ્યુ હતુ. તે કાળીગામ પાસે રહેતી હતી અને પોલિસે રાહદારીઓ સાથે અભદ્ર વર્તનના આરોપમાં કલમ 110, 117 અંતર્ગત ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ યુવતિ 28 વર્ષની હતી.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina