અમદાવાદના બોપલના આ ફેમસ મોલમાં લાગી ભીષણ આગ, પાંચમો અને છઠ્ઠો માળ બળીને ખાખ- જુઓ તસવીરો

અમદાવાદના બોપાલમાં સ્કાય જમ્પ ટ્રેમ્પોલીન પાર્કમાં ગઈકાલે અચાનક જ મોડી રાત્રે ભીષણ આગ લગતા ચકચાર મચી ગઈ હતી. અંદાજે 4 કલાકની મહેનત પછી ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો ગયો. એકાએક લાગેલી આગને પગલે ફાયરની 26 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી હતી. આખરે ચાર કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

તમને જણાવી દઈએ કે બોપલમાં આવેલા ગેમીંગ ઝોનમાં આગ ફેલાઈ ત્યારે કોઈ ન હોવાથી દુર્ઘટના ઘટી ન હતી. આગ લગતા ધુમાડો કાઢવા ફાયર વિભાગે કાચ તોડવાની ફરજ પડી હતી. ટ્રેમ્પોલિન પાર્કમાં આગ લાગે તો ધુમાડો નીકળવાનો કોઈ વિકલ્પ જ ન હતો.

તેથી પ્રીમાયસીસના બાંધકામને લઇ કરાયેલી વ્યવસ્થા ઉપર સવાલો પેદા થાય છે. પ્રિમાયસીસમાં થિયેટર હોવાથી લોકોની ત્યાં હાજરી હતી. ફાયર વિભાગે 100 લોકોનું રેસ્ક્યુ કર્યું હતુ. આ ભયાનક આગને જોવા માટે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.

આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતરફી સર્જાઈ હતી. જો કે તે મોલમાંથી બધા લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવાનું શરૂ કરી દીધું હતું. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સૌથી પહેલા મોલના કપડાના શોરૂમમાં આગ લાગી હોવાથી આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. શોર્ટ સર્કિટના લીધે આ થયું હોય તેવું અનુમાન છે. જો કે મોલમાં ફાયર સેફ્ટીના સાધનો હતા કે કેમ અને હતા તો વર્કિંગ કન્ડીશનમાં હતા કે નહીં તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. જે પ્રકારે આગના દૃશ્યો સામે આવ્યા છે જો કે સદ્દનસીબે મળતી પ્રાથમિક વિગતો અનુસાર કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

 

YC