રીક્ષામાં સવારી કરો છો? ચેતી જજો…રૂપાળી યુવતી પેસેન્જરને એવી રીતે લૂંટતી કે જાણીને મગજ ઘૂમી જશે

અમદાવાદમાં રિક્ષામાં બેઠેલી સ્વરૂપવાન છોકરીને જોઈને લાળ ન પાડતા, ભારે પડી જશે- ખતરનાક કિસ્સો આવ્યો સામે

અમદાવાદની વાસણા પોલિસે એક એવી ગેંગની ધરપકડ કરી છે જે પોતાની ગેંગની યુવતીઓને રીક્ષામાં બેસી મુસાફરો પાસેથી લૂંટ ચલાવતી હતી. વાસણા પોલીસે એક યુવતી અને એક સગીરા સહિત પાંચની ધરપકડ કરી છે અને 33 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. વાસણા પીઆઇ કે. જે. ઝાલાએ જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં આરોપીઓએ હાહાકાર મચાવી દીધો હતો.

ઘણા મહિનાઓથી આ ગેંગના સભ્યોમાંનો એક રિક્ષા ચલાવતો હતો, આ સાથે ગેંગની એક યુવતી અને સગીરાને સરસ રીતે તૈયાર કરી પેસેન્જરના સ્વાંગમાં બેસાડતા હતા. પેસેન્જરના રીક્ષામાં બેસ્યા બાદ આ ગેંગ વિશ્વાસઘાત કરી અવાવરું જગ્યાએ લઈ જઈ મુસાફરને લૂંટી લેતી. હાલ તો આરોપીઓને પોલીસે જેલ ભેગા કર્યા છે.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ આવી જ એક ગેંગ રાજકોટમાં ઝડપાઇ હતી. આ ગેંગનો આરોપી રીક્ષાચાલક છે. જેની રીક્ષામાં યુવતી અવાર નવાર મુસાફરી કરતી હતી. બાદમાં બંને વચ્ચે સંબંધ મજબૂત બન્યા અનેતે બાદ આ યુવતી અને રીક્ષા ચાલકે તેમના અન્ય મિત્રો સાથે મળીને મુસાફરોને લૂંટી ગુનાને અંજામ આપવાનું નક્કી કર્યુ.

Shah Jina