આ નિર્દેશકે પોતાની પત્નીને લગ્નની 25મી વર્ષગાંઠ પર આપી એવી શાનદાર ભેટ કે વીડિયો જોઈને લોકોની પણ આંખો ફાટી પડી… જુઓ

દિગ્દર્શકે તેની પત્નીના જન્મ દિવસ પર આપી તેને મનગમતી લક્ઝુરિયસ કાર ભેટમાં.. સરપ્રાઈઝ જોઈને પત્નીની પણ આંખો થઇ ગઈ ચાર.. જુઓ વીડિયો

દરેક વ્યક્તિ તેમના પ્રિયપાત્રના જન્મ દિવસને ખુબ જ ખાસ બનાવવું ઇચ્છતા હોય છે અને તેના માટે તે પોતાન પાર્ટનરને મોંઘી દાટ ભેટ સોગાદ પણ આપતા હોય છે. ત્યારે જયારે સેલેબ્રિટીઓ પોતાના પાર્ટનરનો જન્મ દિવસ કે એનિવર્સરીની ઉજવણી કરતા હોય છે ત્યારે તેમના માટે કરોડોની ગિફ્ટ પણ ખરીદતા હોય છે.

ત્યારે હાલ એવા જ એક કોરિયોગ્રાફર અને દિગ્દર્શક અહેમદ ખાને થોડા દિવસો પહેલા તેની પત્ની શાયરા ખાન સાથે તેની 25મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. દંપતીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી. જેન ચાહકો દ્વારા પણ ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

આ ઉપરાંત “બાગી 2”, “હીરોપંતી 2” જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર અહેમદ ખાને તેની પત્નીને એક શાનદાર ભેટ પણ આપી હતી. તેને પત્નીને એક શાનદાર કાર ભેટમાં આપી હતી. અહેમદ ખાને તેની પત્નીને એક લક્ઝરી કાર મર્સિડીઝ AMG G63 જે શાયરાની મનપસંદ કાર પણ છે તે જ ભેટમાં આપી. આ સ્પ્રાઇઝ જોઈને તેની પત્ની પણ આશ્ચર્ય ચકિતરહી ગઈ હતી.

આ ભેટ વિશે પત્ની શાયરાએ કહ્યું કે તેને કાર ગમે છે, અને આ શ્રેષ્ઠ સરપ્રાઈઝ આપીને આ પ્રસંગને વિશેષ બનાવ્યો. આ અમારી 25મી વર્ષગાંઠ હતી, અને મારા પતિએ મારી મનપસંદ કાર, મર્સિડીઝ AMG G63 સાથે મને આશ્ચર્યચકિત કરી દીધી. તે હંમેશા મને શ્રેષ્ઠ સરપ્રાઈઝ આપે છે. તેણે મને ભૂતકાળમાં મારી બધી મનપસંદ કાર ભેટમાં આપી છે, પછી ભલે તે મારો જન્મદિવસ હોય કે અગાઉની વર્ષગાંઠો.”

 

View this post on Instagram

 

A post shared by Big Boy Toyz (@bigboytoyz_india)

તેને આગળ કહ્યું કે, “પરંતુ આ અમારી 25મી વર્ષગાંઠ હતી, તેથી તેણે તેને વિશેષ બનાવી. તે ખૂબ જ પ્રેમાળ અને સ્વીટ છે. મને પણ આ જોઈને શોક લાગ્યો. મારી પ્રતિક્રિયા હતી “હું માની શકતો નથી!”. મારા પતિ શ્રેષ્ઠ છે. હું તેને પ્રેમ કરું છું, અને તે મારા માટે મારી દુનિયા છે” શાયરાએ કહ્યું. આ કારનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel