અમદાવાદના ગોતા ખાતે AMCના પાર્કિગ પ્લોટમાં લાગી આગ, 40થી વધારે બાઈકો બળીને ખાખ

ગુજરાતમાંથી અનેક વાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર આ આગમાં લાખો-કરોડોનું નુકશાન થતુ હોય છે અને આ આગમાં કેટલાક લોકો જીવતા ભડથુ પણ થઇ જવાની ઘટના અવાર નવાર સામે આવતી હોય છે. હાલમાં અમદાવાદમાંથી આગનો બનાવ સામે આવ્યો છે, જેમાં 40થી વધુ વાહનો સળગી ખાખ થઇ ગયા છે. આ વાહનો પાર્ક કરેલા હતા.આગ લાગતા ત્યાં અફરા તફરીનો માહોલ સર્જાઇ ગયો છે.

ઘટના જોઇએ તો, અમદાવાદમાં આગની ઘટના ગોતા ચોકડી પાસે બની છે. જેમાં 40-50થી વધુ વાહનો સળગી ગયાના અહેવાલ છે. પાર્ક કરેલા વાહનોમાં આગ લાગી છે. આગ લાગતા જ અફરા તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. પાર્કિંગમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો.

ઉલ્લેખનિય છે કે ગોતામાં પાર્કિંગમાં રહેલા વાહનોમાં આગ લાગી, જેમાં AMCના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવામાં આવેલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા છે. જો કે, આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. ગોતા બ્રિજ નીચે પાર્કિંગમાં વાહનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની. હાલ આગને કાબુ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર, પાર્કિગ પ્લોટમાં કોઇ કારણોસર આ લાગતા 36 વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. જે બળીને ખાખ થઇ ગયા છે. ફાયર વિભાગને કોલ મળતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

થોડા સમયમાં આગને ફાયર બ્રિગેડ દ્વારા કાબૂમાં લેવામાં આવી હતી. આગની ઘટનામાં કોઇ જાનહાનિ સમાચાર આવ્યા નથી. ઉલ્લેખનીય છે કે, ગોતા વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિગ પ્લોટમાં આગ લાગવાનો કોલ ફાયરબ્રિગેડને 11 વાગ્યા આસપાસ મળ્યો હતો. જે બાદ તાત્કાલિક ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી.

Shah Jina